પિતા ઘરમાં નેટ લગાવી કરાવતા પ્રેક્ટિસ, હવે સ્ટાર ક્રિકેટર બન્યો શુભમન ગિલ

DivyaBhaskar.Com

Sep 07, 2018, 04:44 PM IST
Cricketer Shubman Gill Celebreted Birthday Turn 19

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર અને IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી ચુકેલા શુભમન ગિલ પોતાના 19માં (8 સપ્ટેમ્બર,1999) જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. શુભમન ગિલ અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમનો ભાગ હતો. અંડર-19 વર્લ્ડકપમાં શુભમન ગિલે સારી એવી ઇનિંગ રમી ભારતને મેચ જીતાડી હતી. શુભમન તકિયા નીચે બેટ રાખીને ઉંઘતો હતો.

પિતાએ ઘરમાં જ નેટ લગાવી કરાવી પ્રેક્ટિસ

શુભમનના પિતાએ ઘરમાં જ નેટ લગાવી પુત્રને નાની વયે ટ્રેનિંગ આપવાની શરુઆત કરી દીધી હતી. આ જ કારણે શુભમન પોતાની સફળતાનો શ્રેય પિતાને જ આપે છે.8 સપ્ટેમ્બર 1999ના રોજ ફાઝિલ્કાના જૈમલ સિંગવાલાના નાનકડા ગામમાં જન્મેલા શુભમનના પિતા જમીનદાર હતા.ગામમાં સુવિધા ન હોવાથી પરિવાર મોહાલીમાં શિફ્ટ થયો. અહીં શુભમને પીસીએમાં ક્રિકેટની વધુ ટ્રેનિંગ માટે પિતાએ મોકલ્યો હતો. જે પછી તે સફળતા મેળવવા લાગ્યો.

14 વર્ષની વયે કરી હતી 587 રનની પાર્ટનરશિપ....

શુભમન પંજાબમાં ત્યારે છવાયો જ્યારે તેણે અંડર-16ની એક મેચમાં પોતાના સાથી નિર્મલ સિંહ સાથે રેકોર્ડ 587 રનની ભાગીદારી કરી. આ સમયે શુભમન માત્ર 14 વર્ષનો હતો. આ મેચમાં તેણે 351 રનની ઈનિંગ રમી હતી.આ ઉપરાંત અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં પોતાના ડેબ્યૂ મેચમાં અણનમ રહી બેવડી સદી ફટકારી હતી. આ સમયે જ તેનું સિલેક્શન રણજી ટ્રોફી માટે થયું હતું.શુભમને 5 વર્ષ પહેલા અંડર-16 ઈંટર ડિસ્ટ્રિક્ટ એમએલ મરકન ટ્રોફીની 4 મેચોમાં 1015 રન કર્યા હતા. જેમાં તેણે રોપડ વિરુદ્ધ 405 રનની ઈનિંગ રમી હતી અને પછી આ સિરીઝમાં જ વધુ એક ત્રેવડી અને 2 સદી ફટકારી હતી.

શુભમન ગિલની ક્રિકેટ કરિયર

શુભમન ગિલે 2 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેને 245 રન બનાવ્યા છે જ્યારે 24 લિસ્ટ એ મેચમાં 881 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. શુભમન ગિલે 13 આઇપીએલ મેચમાં 203 રન બનાવ્યા છે.

X
Cricketer Shubman Gill Celebreted Birthday Turn 19
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી