Home » Sports » Cricket » Off The Field » Indian Cricketer Manish Pandey Birthday Turn 29

IPLમાં સદી ફટકારી રાતો રાત સ્ટાર બન્યો હતો મનિષ પાંડે, લાગી ચુક્યો છે ચાર મેચનો પ્રતિબંધ

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:00 AM

ભારતીય ક્રિકેટર મનિષ પાંડે પોતાના 29માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે

 • Indian Cricketer Manish Pandey Birthday Turn 29

  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર મનિષ પાંડે પોતાના 29માં (10 સપ્ટેમ્બર, 1989)ની ઉજવણી કરી રહ્યો છે.મનિષ પાંડેનો એશિયા કપ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. મનિષ પાંડેનું ડોમેસ્ટિકમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. મનિષ પાંડે IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ, મુંબઇ ઇન્ડિયન્સ, પૂણે વોરિયર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચુક્યો છે. ગત સિઝનમાં મનિષ પાંડેને હૈદરાબાદે 11 કરોડની જંગી રકમમાં ખરીદ્યો હતો. મનિષ પાંડે આઇપીએલને કારણે રાતોરાત સ્ટાર બન્યો હતો.

  ઝિમ્બાબ્વે વિરૂદ્ધ કર્યુ હતુ ડેબ્યૂ  મનિષ પાંડેએ જુલાઇ 2015માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ રમતા પોતાનું વન ડે અને ટી-20માં ડેબ્યૂ કર્યુ હતું. તે ઇન્ટરનેશનલ કારકિર્દીમાં અત્યાર સુધી 12 વન ડે મેચ રમી ચુક્યો છે, જેમાં તેને 1 સદી અને 1 અડધી સદી સાથે 261 રન બનાવ્યા છે. જ્યારે ટી-20 કારકિર્દીમાં તેને 8 મેચમાં 16.66ની એવરેજથી 100 રન બનાવ્યા છે.તાજેતરમાં જ ઇન્ડિયા એ ટીમ તરફથી રમતા પાંચ મેચમાં મનિષ પાંડેએ 307 રન બનાવ્યા હતા જેમાંથી ચાર વખત તે અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેને 3 અડધી સદી પણ ફટકારી હતી.

  સદી ફટકારી બન્યો હતો સ્ટાર

  મનિષ પાંડે IPL-2માં સ્ટાર બનીને ઉભર્યો હતો. જ્યારે તેને ડેક્કન ચાર્જસ વિરૂદ્ધ મેચમાં બેંગલુરૂ ટીમ તરફથી રમતા 114* રન બનાવ્યા હતા.તે આ ટૂર્નામેન્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય છે. આ કારણે તે રાતો રાત ક્રિકેટ ફેન્સની નજરોમાં છવાઇ ગયો હતો.

  લાગ્યો હતો ચાર મેચનો પ્રતિબંધ

  IPL-4 એટલે કે વર્ષ 2011માં મનિષ પાંડે પર ચાર મેચનો પ્રતિબંધ લાગ્યો હતો, તેની પર આ બેન તેની ફ્રેન્ચાઇઝી સહારા પૂણે વોરિયર્સ તરફથી મળેલી ફરિયાદ બાદ લગાવવામાં આવ્યો હતો.પૂણેની ટીમમાં શામેલ મનિષ પર આ બેન એટલા માટે લાગ્યો, કારણ કે તે પોતાના એજન્ટ દ્વારા અલગ-અલગ ફ્રેન્ચાઇઝી સાથે સંપર્ક કરી સારી ડીલ શોધી રહ્યો હતો.IPL નિયમ અનુસાર અનકૈપ્ડ પ્લેયર્સ (જે ભારત માટે ન રમ્યા હોય)ની બેઝ પ્રાઇઝ IPL ગવર્નિંગ કાઉન્સિલ નક્કી કરે છે.તે સમયે મનિષ પાંડેનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ નહતું થયુ, તે અનકૈપ્ડ પ્લેયર્સની યાદીમાં શામેલ હતો. જે બાદ સહારા પૂણે વોરિયર્સની ગાઇડલાઇન્સ તોડવાના આરોપમાં તેની પર ચાર મેચનો પ્રતિબંધ લાગ્યો હતો.


  પિતા ઘરમાં નેટ લગાવી કરાવતા પ્રેક્ટિસ, હવે સ્ટાર ક્રિકેટર બન્યો શુભમન ગિલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ