ટીમ ઇન્ડિયામાં પડી ફૂટ! વિરાટ કોહલી- રવિ શાસ્ત્રીની જોડીથી પરેશાન છે ભારતીય ખેલાડી

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ હારતા કોચ રવિ શાસ્ત્રીની ટિકા થઇ રહી છે

DivyaBhaskar.Com | Updated - Sep 07, 2018, 03:40 PM
Team India Captain And Coach Not Happy Indian Cricket Team Player

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીની ટિકા થઇ રહી છે. આ ટિકા બાદ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાને 15-20 વર્ષના મુકાબલે સૌથી શાનદાર ટીમ ગણાવી છે. કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની દેખરેખમાં વર્તમાન ટીમના તમામ ખેલાડી શું ખુશ છે? રિપોર્ટ અનુસાર રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની જોડીથી અન્ય ખેલાડી પરેશાન થઇ રહ્યાં છે.

વિરાટ-શાસ્ત્રીની જોડીથી નારાજ છે સાથી ખેલાડી

મીડિયા રિપોર્ટ અનુસાર કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની નીતીથી સાથી ખેલાડી નારાજ છે. ઇંગ્લેન્ડના પ્રવાસે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ખેલાડીઓના બદલાવને લઇને ટીમ ઇન્ડિયાના ખેલાડી ખુશ નથી. આ દરમિયાન તેમને કેપ્ટન અને કોચને લઇને નારાજગી વ્યક્ત કરી છે.એક રિપોર્ટ અનુસાર એક ખેલાડીએ કહ્યું, 'જો તે પ્રવાસની શરૂઆતમાં આ વાત કહેતા તો સારૂ થાત કે અમે પ્રથમ ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમમાં કોઇ બદલાવ નહી કરીએ, જોકે તેમને આવુ ના કહ્યું, જેને કારણે ખેલાડીનું મનોબળ તૂટે છે.'

ટીમમાં આત્મ વિશ્વાસ જગાવવાની જરૂર

ખેલાડીએ આગળ કહ્યું, ટીમમાં વિશ્વાસ જગાવવાની જરૂર છે. જેનાથી ખેલાડીઓમાં એક અલગ રીતનો આત્મવિશ્વાસ જાગે છે. વિરાટ કોહલી એક સારા વ્યક્તિ છે અને ટીમ માટે સૌથી સારૂ ઇચ્છે છે અને તેનો અર્થ એમ નથી કે તે ટીમનું નિર્માણ કરે છે પરંતુ આ રીતનો બદલાવ તમને ખુદ શંકામાં નાખે છે.

ખેલાડીનું એમ પણ કહેવુ છે કે આ બધી વસ્તુ ખોટી રીતે માનસિક અવસ્થા તરફ લઇ જાય છે. આ સિવાય તેને એમ પણ કહ્યું કે જ્યારે ભારતીય બેટ્સમેનો પર આંગળી ઉઠી કે તેમને કઇ રીતે અંગ્રેજ બોલર સામે ઘૂંટણ ટેકવી દીધા ત્યારે પણ ટીમના સભ્યને લાગે છે કે બોલરોએ વધુ તૈયારી કરવાની જરૂર હતી.ખેલાડીએ આગળ કહ્યું, સિરીઝની શરૂઆત પહેલા મને એમ ખબર હતી કે ઇંગ્લેન્ડનો નીચેનો મીડલ ઓર્ડર તેની તાકાત છે. તમે તેના ટોપ ઓર્ડરને આઉટ કરી શકો છો પરંતુ તે બાદમાં પિચ પર ટકી રહેશે. લગભગ દરેક મેચમાં અમે નીચને મિડલ ઓર્ડરને સ્કોર કરવા દીધો. જ્યારે અમે પ્રથમ ચાર વિકેટ સસ્તામાં પાડી દીધો તો અનુભવ થયો કે રમત પૂર્ણ થઇ ગઇ. અમે પુરી રીતે યજમાન ટીમને કચડી નાખી હતી. સાચી પ્લાનિંગ, સાવધાની અને ફોકસ રાખવાની જરૂર છે.'

મહત્વપૂર્ણ છે કે તમામ ટિકાઓનો સામનો કર્યા બાદ રવિ શાસ્ત્રીએ મીડિયાને કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડના પ્રવાસમાં ટેસ્ટ સિરીઝ ગુમાવી તો દીધી છે પરંતુ વિદેશી પીચ પર વર્તમાન ટીમનું પ્રદર્શન 15-20 વર્ષમાં ગત કેટલીક ટીમથી સારૂ રહ્યું છે.

હનુમા વિહારીએ ભારતીય ટેસ્ટ ટીમમાં કર્યુ ડેબ્યુ, વિરાટ કોહલીએ આપી ટેસ્ટ કેપ

X
Team India Captain And Coach Not Happy Indian Cricket Team Player
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App