એશિયા કપમાં રેકોર્ડ બનાવી શકે છે ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વન ડેમાં છે શાનદાર રેકોર્ડ

રોહિત શર્મા પર વિરાટ કોહલીની ગેરહાજરીમાં સારૂ પ્રદર્શન કરવાનું દબાણ હશે

DivyaBhaskar.Com | Updated - Sep 16, 2018, 08:00 AM
Indian captain Rohit Sharma can make records in Asia Cup

સ્પોર્ટ્સ ડેસ્ક: એશિયા કપ 2018નો ખિતાબ પોતાના નામે કરવા માટે ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની આગેવાનીમાં મેદાન પર ઉતરશે. ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આ ટૂર્નામેન્ટ માટે આરામ આપવામાં આવ્યો છે. ભારત આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ હોંગકોંગ વિરૂદ્ધ 18 સપ્ટેમ્બરે રમશે જ્યારે 19 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમશે. રોહિત શર્મા એશિયા કપમાં ટીમને ચેમ્પિયન બનાવી રેકોર્ડ બનાવી શકે છે.

રોહિત શર્માનો વન ડેમાં શાનદાર છે રેકોર્ડ

આ પ્રથમ વખત નથી જ્યારે રોહિત શર્માએ ભારતીય ટીમની કેપ્ટન્સી કરી હોય. તે આ પહેલા વર્ષ 2017માં ટીમની કેપ્ટન્સી કરી ચુક્યો છે. શ્રીલંકા વિરૂદ્ધ તેની ધરતી પર વન ડે અને ટી-20 સિરીઝ માટે વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેની કેપ્ટન્સીમાં બન્ને સિરીઝમાં જીત મેળવી હતી. વર્ષ 2007માં વન ડેમાં ડેબ્યુ કરનારા રોહિત શર્માએ અત્યાર સુધી આ ફોર્મેટમાં 6748 રન બનાવ્યા છે. વન ડેમાં તેની એવરેજ 44.98ની છે અને તેના નામે 18 સદી અને 34 અડધી સદી છે.

કેપ્ટન તરીકે છે શાનદાર રેકોર્ડ

કેપ્ટન તરીકે રોહિત શર્માની ત્રણ વન ડે મેચમાં સારી એવરેજ છે. ત્રણ વન ડે મેચમાં રોહિત શર્માએ 108.50ની એવરેજથી 217 રન બનાવ્યા છે. જેમાં એક બેવડી સદી (208*) પણ સામેલ છે જે તેને શ્રીલંકા વિરૂદ્ધ ગત વર્ષે ફટકારી હતી. રોહિત શર્મા એક માત્ર એવો ખેલાડી છે જેને ટી-20માં ત્રણ સદી ફટકારવાની સાથે વન ડેમાં પણ ત્રણ બેવડી સદી ફટકારી છે. રોહિત શર્માએ પ્રથમ બેવડી સદી 2 નવેમ્બર 2013માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફટકારી હતી. તે બાદ 13 નવેમ્બર 2014માં શ્રીલંકા વિરૂદ્ધ કોલકાતામાં 173 બોલમાં 264 રનની ઇનિંગ રમી હતી. તે બાદ તેને પોતાની ત્રીજી ત્રેવડી સદી શ્રીલંકા વિરૂદ્ધ વર્ષ 2017માં ફટકારી હતી.

X
Indian captain Rohit Sharma can make records in Asia Cup
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App