તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇશાંત શર્માએ કુકને આઉટ કરીને બનાવ્યો રેકોર્ડ, 11મી વખત ટેસ્ટમાં ઝડપી વિકેટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંઘમમાં ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ઇશાંત શર્માએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇશાંત શર્માએ ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડના ઓપનર એલિસ્ટર કુકને આઉટ કર્યો હતો. ઇશાંત શર્માએ કુકને મેચની 12મી ઓવરના અંતિમ બોલ પર પેવેલિયન મોકલ્યો હતો. એલિસ્ટર કુક 17 રન બનાવી આઉટ થયો હતો. ઇશાંત શર્માએ કુકને ટેસ્ટમાં 11મી વખત આઉટ કર્યો છે.

 

ઇશાંત શર્માએ કપિલ દેવની કરી બરાબરી

 

એક બેટ્સમેનને સૌથી વધુ વખત આઉટ કરવા મામલે ભારતીય બોલરમાં કપિલ દેવ સૌથી આગળ છે. કપિલ દેવે પાકિસ્તાનના મુદ્દસર નઝરને 12 વખત આઉટ કર્યો છે. જ્યારે ઇંગ્લેન્ડના ગ્રેહામ ગુચને 11 વખત આઉટ કર્યો છે.

 

ઓસ્ટ્રેલિયન બોલરના નામે છે રેકોર્ડ

 

એક બેટ્સમેનને સૌથી વધુ વખત આઉટ કરવાનો રેકોર્ડ મેકગ્રાથના નામે છે. ગ્લેન મેકગ્રાથે ઇંગ્લેન્ડના આથર્ટનને સૌથી વધુ 19 વખત આઉટ કર્યો છે.

 

સ્ટાર બનતા જ હાર્દિક પંડ્યાએ કોચને ગિફ્ટ કરી હતી કાર, વિરાટ કોહલી પણ આપી ચુક્યો છે 'ગુરૂ દક્ષિણા'

અન્ય સમાચારો પણ છે...