એડિલેડ ટેસ્ટ/ ભારતે અંતિમ-12 ખેલાડીઓની કરી જાહેરાત, ભૂવનેશ્વર-કુલદીપને ના મળી જગ્યા

divyabhaskar.com

Dec 05, 2018, 10:19 AM IST
Team India First Test 12 Player Squad Announced Against Australia

એડિલેડ: ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાર મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ માટે પોતાના અંતિમ 12 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. આ સાથે જ નક્કી થઇ ગયુ છે કે પ્રથમ ટેસ્ટમાં ચાઇનામેન બોલર કુલદીપ યાદવ અને ભૂવનેશ્વર કુમાર નહી રમે. બન્નેને અંતિમ-12માંથી બહાર રાખવામાં આવ્યા છે. રોહિત શર્મા અને હનુમા વિહારી બન્ને અંતિમ-12માં સામેલ છે. એવામાં ભારત ટેસ્ટમાં સાત બેટ્સમેનો સાથે ઉતરશે.

ભારતની અંતિમ ઇલેવન

રોહિત શર્મા અને હનુમા વિહારી બન્ને ટેસ્ટમાં છ નંબર પર બેટિંગ કરવા ઉતરે છે, જેથી બન્નેને અંતિમ 12માં પસંદ કરવામાં આવ્યા છે, એવામાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં કોઇ એક જ રમી શકશે. રિષભ પંત વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકામાં સાત નંબર પર ઉતરશે.

- ભારતના અંતિમ 12માં ત્રણ ફાસ્ટ બોલર સામેલ છે જ્યારે સ્પિનર તરીકે માત્ર રવિચંદ્રન અશ્વિન જ છે. આમાંથી કોઇને પણ ડ્રોપ કરવો સંભવ નથી, કારણ કે ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ પિચ પર ભારત ઓછામાં ઓછા ત્રણ ફાસ્ટ બોલર્સ સાથે ઉતરશે.

- ઓસ્ટ્રેલિયાએ મિશેલ માર્શની જગ્યાએ પીટર હેન્ડ્સકોમ્બને અંતિમ-11માં સામેલ કર્યો છે. હવે સ્પિનર ટ્રેવિસ હેડ પાર્ટટાઇમર બોલર હશે. એવામાં ભારતને પણ અશ્વિનને અંતિમ-11માં રાખવો મજબૂરી છે. અશ્વિને ઓસ્ટ્રેલિયામાં છ ટેસ્ટમાં 27.60ની એવરેજથી 276 રન બનાવ્યા છે અને 21 વિકેટ ઝડપી છે.

ભારતીય ટીમ આ રીતે છે:

વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી

- છ નંબર પર રોહિત શર્માના મુકાબલે હનુમા વિહારીનું પલડુ ભારે દેખાઇ રહ્યું છે. હનુમાએ આ વર્ષે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મેચમાં પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું, ત્યારે તેને અડધી સદી ફટકારી હતી. હનુમા ટીમ ઇન્ડિયા માટે પાર્ટ ટાઇમર બોલરની ભૂમિકા નીભાવી શકે છે.

- રોહિત શર્મા વર્તમાન સમયમાં સારા ફોર્મમાં છે પરંતુ વિદેશી ધરતી પર તેનો ટેસ્ટમાં રેકોર્ડ ખરાબ રહ્યો છે, તેને આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં બે ટેસ્ટ રમી છે. જેમાંથી તેને ચાર ઇનિંગમાં 19.50ની એવરેજથી માત્ર 78 રન બનાવ્યા છે, ત્યારથી તેને કોઇ ટેસ્ટ પણ નથી રમી.


ઓસ્ટ્રેલિયામાં બેટ્સમેનોની થશે અગ્નિપરીક્ષા, આ 4 બોલર ભારત માટે બની શકે છે ખતરો

X
Team India First Test 12 Player Squad Announced Against Australia
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી