એડિલેડ ટેસ્ટ/ મેચની બે શાનદાર મોમેન્ટ: શર્માની કવર ઉપરથી સિક્સ અને ગલીમાં ખ્વાજાનો કેચ

divyabhaskar.com

Dec 06, 2018, 11:22 AM IST
Usman Khawaja Takes One Handed  Rohit Sharma produced this glorious six over cover

એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં વારંવાર જોવા ગમે તેવા બે દ્રષ્યો કેદ થયાં હતાં. રોહિત શર્માએ પરફેક્ટ ટાઇમીંગ સાથે કવર ઉપરથી સિક્સ ફટકારી હતી અને ઉસ્માન ખ્વાજાએ વિરાટ કોહલીનો કેચ પકડ્યો હતો.

જુઓ રોહિતની શાનદાર સિક્સ

પ્લેઇંગ ઇલેવનમાં 6 નંબરના સ્થાને હનુમા વિહારીની જગ્યાએ રોહિતનો ટીમમાં સમાવેશ કરાયો હતો. શર્માએ 37 રનની ઇનિંગ રમી હતી જેમાં ત્રણ સિક્સર છે. પેટ કમીન્સની ઓવરમાં તેણે આ સિક્સ ફટકારી હતી, જુઓ ટ્વીટમાં.

Before his dismissal a short time ago, Rohit Sharma produced this glorious six over cover!#AUSvIND | @MastercardAU pic.twitter.com/DVj8SoPwPk

ઉસ્માન ખ્વાજાનો અદભૂત કેચ

કોહલી 3 રન બનાવી ઉસ્માન ખ્વાજાને કેચ આપી બેઠો હતો. આ કેચનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

લોકેશ રાહુલ ફ્લોપ થતા ફેન્સ થયા ગુસ્સે

લોકેશ રાહુલ 2 રને આઉટ થતા ફેન્સ ગુસ્સે થયા હતા. છેલ્લા કેટલાક સમયથી લોકેશ રાહુલ ફ્લોપ થઇ રહ્યો છે છતાં તેને તક આપવામાં આવતા ફેન્સ વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને ટ્રોલ કરવા લાગ્યા હતા.

LIVE એડિલેડ ટેસ્ટ/ પહેલા જ રાઉન્ડમાં ભારતની અડધી ટીમ પવેલિયન પરત ફરી, સ્કોર-127/6

X
Usman Khawaja Takes One Handed  Rohit Sharma produced this glorious six over cover
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી