INDVsAUS: વેડિંગ એનિવર્સરી પહેલા ઓસ્ટ્રેલિયા પહોચી અનુષ્કા શર્મા, સ્ટેડિયમમાં વિરાટ કોહલીને કર્યુ ચિઅર

11 ડિસેમ્બરે મેરેજ એનિવર્સરીની ઉજવણી કરશે વિરાટ કોહલી-અનુષ્કા શર્મા

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 04:17 PM
India Vs Australia: Anushka Sharma to cheer for Virat Kohli at Adelaide

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. વિરાટ કોહલી 11 ડિસેમ્બરે મેરેજ એનિવર્સરીની ઉજવણી કરશે. એવામાં પત્ની અનુષ્કા શર્મા પણ ઓસ્ટ્રેલિયા પહોચી ગઇ છે. અનુષ્કા પ્રથમ ટેસ્ટના બીજા દિવસે એડિલેડ ઓવલના મેદાનમાં નજરે પડી હતી. અનુષ્કા આ દરમિયાન ભારતીય ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી.

11 ડિસેમ્બરે મેરેજ એનિવર્સરીની ઉજવણી કરશે વિરાટ-અનુષ્કા

અનુષ્કા શર્માએ આ ટ્રિપ કેટલાક મહિલના પહેલા જ પ્લાન કરી લીધી હતી. ઝીરોની ટીમને પણ ખબર છે કે તે ડિસેમ્બરમાં કેટલાક દિવસ વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરવા માટે રજા પર રહેશે. ટીમ ઇન્ડિયા જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમશે ત્યારે અનુષ્કા શર્મા ત્યાં હાજર રહેશે. અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયા પહોચી ગઇ છે અને તે પતિ સાથે સમય વિતાવશે.

શાહરૂખ ખાન અનુસાર જ પ્રમોશનને સેટ કરવામાં આવ્યુ છે. વર્ષગાઠ મનાવ્યા બાદ અનુષ્કા ફરી ઝીરોનું પ્રમોશન કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. જે બાદ ભારતનો આગળનો મુકાબલો 14 ડિસેમ્બરે યોજાશે. આ વચ્ચે વિરાટ કોહલી પાસે પણ સમય રહેશે. બન્ને 11 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયામાં જ વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરશે.

ગત વર્ષે વિરાટ-અનુષ્કાએ કર્યા હતા લગ્ન

મહત્વપૂર્ણ છે કે વિરાટ-અનુષ્કાએ 11 ડિસેમ્બરે ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ વિરાટ-અનુષ્કાએ જુલાઇમાં રોમેન્ટિક ઇંગ્લેન્ડ ટૂર કરી હતી, જે સમયે ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં હતી. બન્નેને લંડનમાં સાથે જોવા મળ્યા હતા જેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Forbes: વિરાટ કોહલીની કમાણી થઇ ડબલ, લકી સાબિત થઇ અનુષ્કા શર્મા

X
India Vs Australia: Anushka Sharma to cheer for Virat Kohli at Adelaide
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App