હવામાં ઉડીને સિદ્ધાર્થ કૌલે પકડ્યો જબરજસ્ત કેચ, કેપ્ટન કોહલી પણ જોતો રહ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય વનડે ટીમમાં ડેબ્યૂ કરનાર બોલર સિદ્ધાર્થ કૌલને ભલે પહેલી મેચમાં વિકેટ ના મળી હોય, પરંતુ તેની ફિલ્ડિંગથી તેણે બધાનું દિલ જીતી લીધું છે. ઈંગ્લેન્ડનો ઓલ રાઉન્ડ ખેલાડી બેન સ્ટોક્સ અને જોસ બટલર ટીમની બાજી સંભાળી રહ્યા હતા. એવામાં કપ્તાન વિરાટ કોહલીએ એક વાર ફરી ભાગીદારી તોડવાની જવાબદારી મેચમાં સૌથી વધારે વિકેટ લેનાર કુલદીપ યાદવને સોંપી અને આ વખતે પણ તેણે કપ્તાનને નિરાશ ના કર્યો. 

 

બેકવર્ડ પોઈન્ટ પર સ્ટોક્સનો કર્યો કેચ


કુલદીપે તેના નવા સ્પેલની પહેલી ઓવરના છેલ્લા બોલે બટલરને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનાં હાથે કેચ કરાવી દીધો. બટલર 51 બોલનો સામનો કરીને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. સ્ટોક્સે કૌલના બોલ પર એક રન સાથે 102 બોલમાં અર્ધશતક પૂર્ણ કર્યું, પરંતુ કુલદીપની પછીની ઓવરમાં કૌલે બેકવર્ડ પોઈન્ટ પર સ્ટોક્સનો શાનદાર કેચ પકડી લીધો. સ્ટોક્સે 103 બોલની રમતમાં 2 ચોગ્ગા માર્યા હતા. કુલદીપે તેની અંતિમ ઓવરમાં ડેવિડ વિલી(01)ને લોકેશ રાહુલના હાથે કેચ કરાવીને છઠ્ઠી વિકેટ મેળવી લીધી. ઈંગ્લેન્ડની ટીમ અંતિમ 22 ઓવરમાં 115 રન જ બનાવી શકી હતી જ્યારે આ દરમિયાન માત્ર 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

 

કૌલે 10 ઓવરના સ્પેલમાં 62 રન આપ્યા


ત્યારે નીચલા ક્રમે આવેલા આદિલ રાશિલ(22) અને મોઈન અલી(24)એ ટીમનો સ્કોર 250 રન પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકામાં રહ્યા. ત્યારે આ મેચમાં ડેબ્યૂ કરનાર કૌલે તેના 10 ઓવરના સ્પેલમાં વિકેટ લીધા વગર 62 રન આપ્યા. કૌલની આઈપીએલની આ સિઝન શાનદાર રહી હતી. હૈદરાબાદ તરફથી રમતા કૌલે આ વર્ષે ડેથ ઓવરમાં શાનદાર બોલિંગ કરીને દિલ જીતી લીધું હતું. કૌલ ઈંગ્લેન્ડ સામે ટી-20માં પણ અસરદાર સાબિત રહ્યો હતો.

 

આગામી મેચમાં ચહરને મળી શકે છે તક


જસપ્રીત બુમરાહની ગેરહાજરી અને ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત હોવાના કારણે કૌલને સતત ટીમમાં રમવાની તક મળી રહી છે. જોકે, પહેલી મેચમાં કંઈ ખાસ કરી ના શક્યો જેથી આગામી મેચમાં કપ્તાન વિરાટ તેના બદલે દીપક ચહરને તક આપી શકે છે.

 

વાચોઃ મોડલિંગની 'કાળી' દુનિયા, ફોટોગ્રાફર લેવા માંગતો હતો ફાયદો

અન્ય સમાચારો પણ છે...