પિતા સાથે ખેતરમાં કરતી ચોખાની ખેતી, તેની માટે સરકારે એરપોર્ટ પર બીછાવી દીધી રેડ ટ્રેક કારપેટ

Unique Welcome Awaits Hima Das at Guwahati Airport After Asian Games Gold Medal Win

DivyaBhaskar.Com

Sep 07, 2018, 05:40 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: એશિયન ગેમ્સમાં ભારતને મેડલ જીતાડ્યા બાદ હિમા દાસ પ્રથમ વખત પોતાના ઘરે આસામ પહોચી હતી જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હિમા માટે ગુવાહાટી એરપોર્ટ પર એક અલગ રેડ કારપેટ પાથરવામાં આવી હતી જેની પર ટ્રેક બનાવવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આસામના ઢિંગમાં જન્મેલી હિમાએ એશિયન ગેમ્સમાં 3 મેડલ જીત્યા છે.

1 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા: એશિયન ગેમ્સમાં હિમા દાસે 1 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે, તેને ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠૌરે પણ સન્માનિત કર્યા હતા અને 20 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.

પિતા કરતા ચોખાની ખેતી: હિમા દાસે પિતા રંજીત દાસ ઘર ચલાવવા માટે ચોખાની ખેતી કરે છે. હિમા પણ પિતા સાથે ખેતરમાં કામ કરતી હતી. ફ્રી સમયમાં ખેતર પાસે આવેલા મેદાન પર તે યુવકો સાથે ફૂટબોલ રમતી હતી. બાદમાં તેને પીટી ટીચર શમશુલ હકની સલાહ પર દોડવાનું શરૂ કર્યુ હતું. તે બાદ હિમાની જિલ્લા સ્તરીય સ્પર્ધામાં પસંદગી થઇ અને 2 ગોલ્ડ મેડલ પણ જીત્યા.


જ્યારે નિપોન દાસે હિમાની ટેલેન્ટ જોઇ: આ સ્પર્ધા દરમિયાન 'સ્પોર્ટ્સ એન્ડ યૂથ વેલફેર'ના નિપોન દાસની નજર તેની પર પડી હતી. નિપોને હિમાના પરિવારજનોને મનાવી અને હિનાને સારી ટ્રેનિંગ માટે ગુવાહાટી લઇ આવ્યા હતા. તાજેતરમાં જ ફિનલેન્ડમાં રમાયેલ આઇએએફની અંડર 20 ચેમ્પિયનશીપમાં હિનાએ 400 મીટર રેસમાં ગોલ્ડ જીત્યો છે. વર્લ્ડ જૂનિયર એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં તે ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય છે.

નેશનલ ગેમ્સમાં મેડલ જીતનાર એથલીટ રસ્તા પર માંગી રહ્યો છે ભીખ, સરકારે માત્ર આપ્યો દિલાસો

X
Unique Welcome Awaits Hima Das at Guwahati Airport After Asian Games Gold Medal Win
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી