Home » Sports » Cricket » Off The Field » 5 Indian cricketers who may retire

આ 5 દિગ્ગજોની ક્રિકેટ કરિયર પણ પૂર્ણ થવાના આરે, કોઇ પણ સમયે લઇ શકે છે સંન્યાસ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:06 PM

ગૌતમ ગંભીરના સંન્યાસ બાદ હવે અન્ય ક્રિકેટર્સની નિવૃતીની વાતો વહેતી થઇ

 • 5 Indian cricketers who may retire

  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ગૌતમ ગંભીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. ગૌતમ ગંભીરના સંન્યાસ લીધા બાદ હવે ક્રિકેટ જગતમાં એવી પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે કે હવે ક્યો ખેલાડી સંન્યાસની જાહેરાત કરશે. દરમિયાન divyabhaskar.com તમને આવા જ કેટલાક ખેલાડીઓ વિશે જણાવી રહ્યું છે જે સંન્યાસની જાહેરાત કરી શકે છે.

  હરભજન સિંહ: હરભજન સિંહને ભારતીય ક્રિકેટ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ ઓફ સ્પિનર ગણવામાં આવે છે. માત્ર 18 વર્ષની ઉંમરમાં ટીમ ઇન્ડિયા માટે પ્રથમ ટેસ્ટ રમનારા ભજ્જીએ અંતિમ વખતે 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ તે ઘરેલુ ક્રિકેટમાં પણ ઓછો નજરે પડે છે. ભજ્જી આઇપીએલના પ્રદર્શનના દમ પર ટીમમાં વાપસી કરી શકે છે. હરભજન મેદાનની જગ્યાએ કોમેન્ટરી કરતો વધુ નજરે પડે છે. હરભજન સંન્યાસની જાહેરાત કરી શકે છે.

  યુવરાજ સિંહ: ગંભીરની જેમ જ યુવરાજ સિંહે પણ 2007 વર્લ્ડ ટી-20 અને 2011 વન ડે વર્લ્ડકપમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લા કેટલાક સમયથી યુવીનું બેટ શાંત છે. કેન્સર જેવી જીવલેણ બીમારી સામે ગુજર્યા બાદ ફિટનેસ યુવીની મોટી સમસ્યા બની ગઇ છે. રણજી અને વિજય હઝારે જેવી ટૂર્નામેન્ટમાં પણ સિક્સર કિંગ રન બનાવવા માટે તરસતો નજરે પડી રહ્યો છે. આઇપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે પણ તેને ટીમમાંથી રિલીઝ કરી દીધો છે. 2019ના વર્લ્ડકપમાં તેની પસંદગી પણ થવાની કોઇ શક્યા નથી. 12 ડિસેમ્બરે 37 વર્ષનો થનારો યુવરાજ ગંભીરની જેમ જ જલ્દી સંન્યાસની જાહેરાત કરી શકે છે.

  ઇરફાન પઠાણ: ઇરફાન પઠાણ ઇજા અને ફિટનેસની સમસ્યાને કારણે ક્રિકેટ કરિયર પર અસર થઇ છે. ઇરફાન પઠાણ અત્યારે જમ્મુ-કાશ્મીર તરફથી રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. 2006માં પાકિસ્તાન વિરૂદ્ધ ઐતિહાસીક હેટ્રિક અને પછી 2008માં પર્થની વિકેટ પર ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ શાનદાર બોલિંગ કરીને સૌને પ્રભાવિત કર્યા હતા. ઇરફાન પઠાણ 2007 ટી-20 વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ હતો. 2012માં અંતિમ વખત ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળેલા ઇરફાન પઠાણને ગત વર્ષે આઇપીએલમાં કોઇ ખરીદદાર મળ્યો નહતો. હવે તે કોમેન્ટેટર તરીકે પણ નજરે પડે છે.

  સુરેશ રૈના: આઇપીએલમાં સારા પ્રદર્શનને જોતા ગત વર્ષે ભારતીય પસંદગીકારોએ રૈનાની ટીમ ઇન્ડિયામાં વાપસી કરાવી હતી. જોકે રૈના પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જેને કારણે ફરી તેને ટીમની બહાર થવુ પડ્યુ હતું. હવે ઘરેલુ ક્રિકેટમાં પણ આ બેટ્સમેન નિષ્ફળ રહ્યો છે. સુરેશ રૈના પણ સંન્યાસ લેવાની જાહેરાત કરી શકે છે.

  અમિત મિશ્રા: 36 વર્ષીય અમિત મિશ્રાને નસીબે સાથ આપ્યો નથી. અમિત મિશ્રાને જ્યારે પણ તક મળી ત્યારે તેને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો. અમિત મિશ્રા જ્યારે યુવા હતો ત્યારે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેને કારણે તેને ટીમમાં નિયમીત જગ્યા મળી શકી નહતી. અશ્વિન અને જાડેજાના જાદુ વચ્ચે મિશ્રાનો મેજીક ચમકી શક્યો નહતો. હવે તે 36 વર્ષ પાર કરી ચુક્યો છે અને અત્યારે ટીમમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ જેવા સ્પિનર સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે એવામાં અમિત મિશ્રાની ટીમમાં વાપસી મુશ્કેલ છે. અમિત મિશ્રા પણ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી શકે છે. અમિત મિશ્રાએ ભારત માટે 22 ટેસ્ટ મેચમાં 76 વિકેટ જ્યારે 36 વન ડેમાં 64 વિકેટ ઝડપી છે. અમિત મિશ્રાએ ટી-20માં પણ 15ની એવરેજથી 10 મેચમાં 16 વિકેટ ઝડપી છે.

  પિતા હતા સિક્યુરિટી ગાર્ડ, આજે પુત્ર છે શાનદાર રેસ્ટોરન્ટ અને આલીશાન ફાર્મ હાઉસનો માલિક, એક કરોડની કારમાં ફરે છે જાડેજા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ