એશિયા કપમાં મયંક અગ્રવાલની પસંદગી ના થતા નારાજ થયો ભજ્જી, પૂછ્યુ- દરેક ખેલાડી માટે અલગ-અલગ નિયમ કેમ?

Harbhajan Singh  slams Indian selectors Where is Mayank Agarwal?

DivyaBhaskar.Com

Sep 06, 2018, 02:38 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર હરભજન સિંહે બીસીસીઆઇના પસંદગીકારો પર ડબલ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. હરભજને એક બેટ્સમેનને સતત નજરઅંદાજ કરવામાં આવતા સવાલ ઉભા કર્યા છે. ભજ્જીએ પૂછ્યુ કે શું અલગ-અલગ ખેલાડીઓ માટે અલગ-અલગ નિયમ છે?

હરભજને ટ્વિટ કરીને ઉઠાવ્યા સવાલ

હરભજને એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી બાદ ટ્વીટ કર્યુ, 'આ ટીમમાં (એશિયા કપ) મયંક અગ્રવાલ ક્યાં છે? આટલા રન બનાવ્યા બાદ પણ તેને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. મને લાગે છે કે અલગ-અલગ લોકો માટે અલગ અલગ નિયમ છે.

મયંક ટીમમાં આવવાથી માત્ર એક કદમ દૂર: મયંક અગ્રવાલની પસંદગી પર સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું હતું, તે ગત 10-12 મહિનાથી સતત રન બનાવી રહ્યો છે, તે ટીમમાં આવવાથી માત્ર એક કદમ દૂર છે. ઘરેલુ ક્રિકેટમાં તેને ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. મયંકે ફેબ્રુઆરી 2018માં ઘરેલુ વન ડે ટૂર્નામેન્ટમાં વિજય હઝારે ટ્રોફીમાં સૌથી વધુ 723 રન બનાવ્યા હતા.

એશિયા કપ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, અંબાતી રાયુડૂ, મનિષ પાંડે, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ

ઇંગ્લેન્ડ સામે અંતિમ ટેસ્ટમાં 3 બદલાવ કરી શકે છે ટીમ ઇન્ડિયા, પૃથ્વી શો-હનુમા વિહારી કરી શકે છે ડેબ્યૂ

X
Harbhajan Singh  slams Indian selectors Where is Mayank Agarwal?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી