હનુમા વિહારીએ ભારતીય ટેસ્ટ ટીમમાં કર્યુ ડેબ્યુ, વિરાટ કોહલીએ આપી ટેસ્ટ કેપ

હનુમા વિહારીનો હાર્દિક પંડ્યાની જગ્યાએ ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો

DivyaBhaskar.Com | Updated - Sep 07, 2018, 03:23 PM
Hanuma Viharil Set To Make His Debut Becomes The 292nd Test Cricketer

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં હનુમા વિહારીએ ડેબ્યુ કર્યુ છે.હનુમા વિહારીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ પહેરાવી હતી. આ સાથે જ હનુમા વિહારી ટેસ્ટમાં ડેબ્યુ કરનાર 292મો ભારતીય ક્રિકેટર બની ગયો છે. હનુમા વિહારીને હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

કોણ છે હનુમા વિહારી?

હનુમા વિહારી, કેટલાક ક્રિકેટ પ્રેમીઓ માટે આ નવુ નામ હોઇ શકે છે પરંતુ અંડર-19 અને ઘરેલુ ક્રિકેટમાં તે ઘણા સમયથી ચર્ચામાં છે. આંધ્ર પ્રદેશના કાકિનાડામાં 13 ઓક્ટોબર 1993માં જન્મેલા હનુમાને કન્નાના નામથી પણ ઓળખવામાં આવે છે. હનુમાએ અત્યાર સુધી 63 ફર્સ્ટ ક્લાસ મેચમાં 59.79ની એવરેજથી 5142 રન બનાવ્યા છે જેમાં 15 સદી અને 24 અડધી સદી સામેલ છે. લિસ્ટ-એ (ઘરેલુ વન ડે ક્રિકેટ)માં તે 56 મેચમાં 2268 રન બનાવી ચુક્યો છે જેમાં 4 સદી અને 13 અડધી સદી સામેલ છે. તે 2012 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ હતો અને તાજેતરમાં ઇંગ્લેન્ડમાં ઇન્ડિયા-એ ટીમનો ભાગ રહ્યો હતો. ઇંગ્લેન્ડ-એ વિરૂદ્ધ વન ડે સિરીઝની ચાર મેચમાં તેને 291 રન બનાવ્યા હતા જેમાં એક સદી પણ સામેલ હતી.

ગત વર્ષે રમી હતી ઐતિહાસીક રમત

ગત વર્ષે ઓક્ટોબરમાં હનુમા વિહારી ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે રણજી ટ્રોફી મેચમાં આંધ્ર પ્રદેશ તરફથી રમતા ઓરિસ્સા વિરૂદ્ધ તેને ત્રેવડી સદી ફટકારી હતી. હનુમા વિહારીએ અણનમ 302 રનની ઐતિહાસીક ઇનિંગ રમી હતી. આ સિવાય તે 2017-18 રણજી ટ્રોફી સિઝનમાં આંધ્ર પ્રદેશ તરફથી 6 મેચમાં સૌથી વધુ 752 રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો.

IPL 2018 હરાજીમાં પડ્યો ફટકો

હનુમા વિહારીએ 2013થી 2015 વચ્ચે આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા 22 મેચમાં 280 રન બનાવ્યા હતા. જોકે, રણજી ટ્રોફી 2017-18 સિઝનમાં સારૂ પ્રદર્શન કરવા છતા તેને આશા હતી કે તે આઇપીએલ 2018ની હરાજીમાં સારી રકમ મેળવી લેશે પરંતુ તેને કોઇએ ખરીદ્યો નહતો. હનુમા નિરાશ થયો હતો અને તેને કહ્યું કે તે આશા નહી છોડે અને મહેનત કરશે.

જ્યારે ક્રિસ ગેલને ચોકાવ્યો હતો

ક્રિસ ગેલ ટી-20 અને આઇપીએલના ઇતિહાસમાં સૌથી ખતરનાક બેટ્સમેન ગણાય છે.ગેલને કોઇ પણ સ્પિનર પ્રથમ બોલ પર આઉટ કરી શક્યુ નહતું પરંતુ હનુમા વિહારીએ આઇપીએલ 2013માં આ કમાલ કરી સૌને ચોકાવી દીધા હતા. તે સમયે ક્રિસ ગેલ બેંગલુરૂ ટીમ તરફથી રમી રહ્યો હતો અને 19 વર્ષનો હનુમા વિહારી હૈદરાબાદ તરફથી પોતાની પ્રથમ આઇપીએલ સિઝન રમવા ઉતર્યો હતો. તે મેચમાં ક્રિસ ગેલ બેટિંગ કરવા ઉતર્યો પરંતુ હૈદરાબાદના કેપ્ટને હનુમા વિહારીને બોલિંગ કરવા ઉતાર્યો હતો. ગેલ વિકેટકીપરના હાથે પ્રથમ બોલ પર જ કેચ આઉટ થયો હતો. હનુમા વિહારીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 19 વિકેટ ઝડપી છે.

સૌરવ ગાંગુલીનો ખુલાસો, ટીમ ઇન્ડિયામાં મહત્વની ભૂમિકા નીભાવવા તૈયાર હતો દ્રવિડ

X
Hanuma Viharil Set To Make His Debut Becomes The 292nd Test Cricketer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App