ઓસ્ટ્રેલિયામાં બેટ્સમેનોની થશે અગ્નિપરીક્ષા, આ 4 બોલર ભારત માટે બની શકે છે ખતરો

divyabhaskar.com

Dec 04, 2018, 03:22 PM IST
Australian Bowlers Have Advantage But Indian Batsman Ready For Challange

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ 6 ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે. સ્મિથ-વોર્નરની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયન ટીમ નબળી નજરે પડે છે પરંતુ તેનો રેકોર્ડ ઘરેલુ મેદાન પર શાનદાર રહ્યો છે. ભારત ઓસ્ટ્રેલિયામાં હજુ સુધી ટેસ્ટ શ્રેણી જીતી શક્યુ નથી. વિરાટ કોહલી પાસે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવાીન તક છે પરંતુ ઓસ્ટ્રેલિયાના બોલર ભારત પર ભારે પડી શકે છે.

ઓસ્ટ્રેલિયાના આ 4 બોલર ભારતને પડી શકે છે ભારે

મિશેલ સ્ટાર્ક: મિશેલ સ્ટાર્કને ભારત વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્ટાર્ક ઇજાગ્રસ્ત બિલી સ્ટેનલેકનું સ્થાન લેશે.સ્ટાર્કની બોલિંગનો અજિંક્ય રહાણે, વિરાટ કોહલી સિવાય તમામ ભારતીય બેટ્સમેનોએ સામનો કરવો ભારે પડી શકે છે.

જોશ હેઝલવુડ: જોશ હેઝલવુડની ખતરનાક બોલિંગનો સારા સારા બેટ્સમેનોને સામનો કરવો કઠિન પડી શકે છે. રિકી પોન્ટીંગે પણ ભવિષ્યવાણી કરી છે કે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર હેઝલવુડ આ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બનશે.

પેટ કમિન્સ: ઓસ્ટ્રેલિયાનો ત્રીજો આક્રમક બોલર પેટ કમિન્સ છે, તેને 18 વર્ષની ઉંમરમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ મેચમાં ડેબ્યૂ કર્યુ હતું. કમિન્સ 2018માં રમાયેલી ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ મામલે બીજા નંબર પર છે. તાજેતરમાં જ 5 ટેસ્ટ સિરીઝમાં તેને 30 વિકેટ ઝડપી હતી. ભારતીય બેટ્સમેનો માટે કમિન્સની બોલિંગ એક મોટો પડકાર છે. ભારતીય ટીમ કમિન્સના પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.

નાથન લાયન: નાથન લાયન ઓસ્ટ્રેલિયાનો મહાન સ્પિનર છે. ઓસ્ટ્રેલિયાની પિચ પર તે સારૂ પ્રદર્શન કરે છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર નાથન લાયને સિરીઝ પહેલા પ્રેક્ટિસ મેચમાં જ શેફીલ્ડ શીલ્ડમાં સારી બોલિંગ કરી ભારતીય ટીમને ટેન્શમાં મુકી દીધી છે. લાયને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમતા 85 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. લાયને પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. નાથન લાયન સામે ભારતીય બેટ્સમેનોએ બેટિંગ કરવી મુશ્કેલ બની જશે.

ભારતે ગત 5 વર્ષમાં વિદેશમાં 42% ટેસ્ટ જીતી, બીજી ટીમોના મુકાબલે સૌથી વધુ

X
Australian Bowlers Have Advantage But Indian Batsman Ready For Challange
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી