1

Divya Bhaskar

Home » Sports » Other Sports » FIFA World Cup- Croatia beat England 2-1 And Reach World Cup finals

ઇંગ્લેન્ડનો પરાજય, ફ્રાંસ-ક્રોએશિયા વચ્ચે FIFA વર્લ્ડકપની રમાશે ફાઇનલ

Divyabhaskar.com | Last Modified - Jul 12, 2018, 09:07 AM IST

બીજી સેમિફાઈનલ- ક્રોએશિયા રવિવારે ફ્રાન્સ સાથે ટકરાશે, ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાન માટે શનિવારે બેલ્જિયમ સામે રમશે

  • FIFA World Cup- Croatia beat England 2-1 And Reach World Cup finals

    મોસ્કો: ક્રોએશિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી અત્યંત રોમાંચક બીજી સેમિફાઈનલમાં ક્રોએશિયા 2-1 સાથે વિજેતા બન્યું હતું. ક્રોએશિયા પ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડનું વર્લ્ડકપનું સ્વપ્ન રોળાઇ ગયું હતું. ઈંગ્લેન્ડની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત રમતાં મેચની 5મી મિનિટમાં જ ગોલ કરી દીધો હતો. ઈંગ્લેન્ડના કેઈરન ટ્રિપ્રિયરે ટીમને મળેલી ફ્રી કીકનો સુંદર લાભ ઉઠાવતાં બોલને સીધો જ ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો હતો. મેચની 5મી મિનિટમાં જ ગોલ થઈ જતાં ક્રોએશિયાની ટીમ દબાણમાં આવી ગઈ હતી. ત્યાર બાદ ઈંગ્લેન્ડ સંપૂર્ણ પ્રભાવી રહ્યું હતું.

    ફર્સ્ટ હાફ પૂરો થતાં સુધીમાં ક્રોએશિયાની ટીમ કોઈ ગોલ કરી ન શક્તાં ઈંગ્લેન્ડ 1-0થી આગળ રહ્યું હતું. બીજા હાફમાં ક્રોએશિયાએ આક્રમક શરૂઆત કરી હતી અને અનેક વખત ઈંગ્લેન્ડના ગોલપોસ્ટમાં પહોંચી ગયા હતા, પરંતુ તેઓ ગોલ કરવામાં સફળ રહ્યા ન હતા. 68મી મિનિટમાં કોર્નરમાંથી આવેલા બોલને ક્રોએશિયાના પેરિસિકે હવામાં ઉછળીને કીક દ્વારા ગોલપોસ્ટમાં પહોંચાડીને સ્કોર 1-1 કરી નાખ્યો હતો. ત્યાર બાદ બંને ટીમે એક-બીજા પર આક્રમણ શરૂ કરી દીધું હતું. જોકે, બીજો હાફ પૂરો થતાં સુધીમાં સ્કોર 1-1 નો રહેતાં 30 મિનિટનો એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવ્યો હતો.

    એક્સ્ટ્રા ટાઈમમાં 109મી મિનિટે ક્રોએશિયાની ટીમ તરફથી મારિયો મેન્ડઝુકિકે ગોલ કરી દેતાં ટીમે 2-1થી લીડ મેળવી લીધી હતી. ક્રોએશિયાની ટીમ આ વર્લ્ડ કપમાં ત્રીજી વખત એક્સ્ટ્રા ટાઈમમાં વિજય મેળવ્યો છે. ક્રોએશિયા છેલ્લે 1998માં સેમિફાઈનલમાં પહોંચ્યું હતું. હવે, તે પ્રથમ વખત ફાઈનલમાં આવી ગયું છે. ઈંગ્લેન્ડની ટીમ હવે ત્રીજા સ્થાન માટે શનિવારે બેલ્જિયમ સામે ટકરાશે.

    વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending