FIFA ફૂટબોલ વર્લ્ડકપ વિજેતાને મળશે 255 કરોડ, જાણો હારનારી ટીમને કેટલા મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ફીફા વર્લ્ડકપ શરૂ થવામાં હવે ગણતરીનો જ સમય બાકી છે. આ વખતે ફીફાની ઇનામી રકમ 2014માં બ્રાઝીલમાં રમાયેલા વર્લ્ડકપથી 42 મિલિયન ડોલર (281 કરોડ 

રૂપિયા) વધુ છે. રશિયામાં 14 જૂનથી શરૂ થનારા વર્લ્ડકપમાં ભાગ લેનારી ટીમોને ઇનામના રૂપમાં 400 મિલિયન ડોલર (2684 કરોડ રૂપિયા) મળશે. ભારતની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ 

વર્લ્ડકપની ઇનામી રકમની તુલના કરીએ તો આ 39 ઘણી વઘુ છે.ક્રિકેટ વર્લ્ડકપ 2015માં કુલ 1 કરોડ ડોલર (આશરે 67 કરોડ રૂપિયા) દાવ પર લાગ્યા હતા. 2015માં રગ્બી વર્લ્ડકપ 

જીતનારી ન્યૂઝીલેન્ડની ટીમને માત્ર 25 કરોડ રૂપિયા જ મળ્યા હતા.

 

ફીફાની રનર્સઅપ ટીમને મળશે 188 કરોડ

 

- ફૂટબોલ વર્લ્ડકપ 2018ની વિજેતા ટીમને 38 મિલિયન ડોલર (255 કરોડ રૂપિયા) આપવામાં આવશે. જ્યારે ફાઇનલ હારનારી ટીમને 28 મિલિયન ડોલર (188 કરોડ રૂપિયા)ની રકમ 

મળશે.
- ત્રીજા અને ચોથા નંબર પર રહેનારી ટીમોને 24 મિલિયન ડોલર (161 કરોડ રૂપિયા) અને 22 મિલિયન ડોલર (148 કરોડ રૂપિયા)ની રકમ ઇનામ તરીકે આપવામાં આવશે.
- જ્યારે 5થી 8માં સ્થાન પર રહેનારી દરેક ટીમના ભાગમાં 16-16 મિલિયન ડોલર (107 કરોડ રૂપિયા) આવશે. જ્યારે 9થી 16માં સ્થાન સુધી રહેનારી દરેક ટીમને 12-12 મિલિયન ડોલર 

(81 કરોડ રૂપિયા) આપવામાં આવશે.
- ફૂટબોલના આ મહાકુંભમાં એક પણ મેચ ના જીતનારી ટીમને પણ કરોડો રૂપિયા મળશે. ફીફાના નિયમ અનુસાર 17થી 32માં સ્થાન પર રહેનારી દરેક ટીમને 8-8 મિલિયન ડોલર (આશરે 54 કરોડ રૂપિયા)ની રકમ મળશે.

રેન્ક ઇનામી રકમ
ચેમ્પિયન 255 કરોડ રૂપિયા
રનર્સઅપ 188 કરોડ રૂપિયા
ત્રીજા સ્થાન 161 કરોડ રૂપિયા
ચોથા સ્થાન 148 કરોડ રૂપિયા
5થી 8માં સ્થાન 107 કરોડ રૂપિયા (દરેક ટીમને)
9થી 16માં સ્થાન 81 કરોડ રૂપિયા (દરેક ટીમને)
17થી 32મું સ્થાન 54 કરોડ રૂપિયા (દરેક ટીમને)

 

વર્લ્ડકપ રમનારી દરેક ટીમને તૈયારી માટે મળ્યા 10 કરોડ

 

- વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરનારી દરેક ટીમને 1.5 મિલિયન ડોલર (આશરે 10 કરોડ રૂપિયા) મુકાબલાની તૈયારી માટે પણ મળે છે.
- ફીફાએ ક્લબ બેનીફિટ પોગ્રામ હેઠળ ખેલાડીઓને વર્લ્ડકપ માટે ક્લબથી રિલીઝ કરાવવાના બદલે સભ્ય દેશોને 209 મિલિયન ડોલર (1402 કરોડ રૂપિયા) આપ્યા હતા.
- જો વર્લ્ડકપ મેચ દરમિયાન કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થાય છે અને તે કોઇ ક્લબ સાથે જોડાયેલો છે. એવામાં તેના ઇજાગ્રસ્ત થવાથી ક્લબને થનારા નુકસાનની ભરપાઇ માટે ફીફાએ 134 મિલિયન ડોલર (900 કરોડ રૂપિયા)નું અલગથી બજેટ રાખ્યુ છે.

- ફીફા વર્લ્ડકપમાં આ સિવાય ફેર પ્લે ટ્રોફી જીતનારા ખેલાડીને 50 હજાર ડોલર (આશરે 34 લાખ રૂપિયા) આપવામાં આવે છએ.

 

યૂએએફા ચેમ્પિયન્સ લીગ વિશ્વની સૌથી વધુ ઇનામી રકમ ધરાવતી ટૂર્નામેન્ટ

 

- જો વિશ્વની સૌથી વધુ ઇનામી રકમ ધરાવતી ટૂર્નામેન્ટની વાત કરીએ તો ત્યા પણ ફૂટબોલ નંબર વન છે. યૂએએફા ચેમ્પિયન્સ લીગ સૌથી વધુ ઇનામી રકમ ધરાવતી ટૂર્નામેન્ટ છે.
- ચેમ્પિયન્સ લીગ જીતનારી ટીમ પર ફીફા વર્લ્ડકપ ચેમ્પિયન્સ ટીમ કરતા વધુ પૈસાનો વરસાદ થાય છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલી યૂએએફા ચેમ્પિયન્સ લીગનો ખિતાબ રીયલ મેડ્રીડે જીત્યો હતો.

- રીયલ મેડ્રિડને ઇનામ તરીકે 716 કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે ક્રિકેટની સૌથી મોંઘી ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ચેમ્પિયન બનનારી ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સને માત્ર 20 કરોડ રૂપિયા મળ્યા હતા.

- કુલ પ્રાઇઝ મનીની વાત કરીએ તો ચેમ્પિયન્સ લીગ આ મામલે 365 ઘણી વધુ આગળ છે. ચેમ્પિયન્સ લીગની કુલ પ્રાઇઝ મની 18,300 કરોડ રૂપિયા હોય છે. જ્યારે આઇપીએલની આ 

રકમ માત્ર 50 કરોડ રૂપિયા છે.

 

2015માં રગ્બી વર્લ્ડકપ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને મળ્યા હતા 25.5 કરોડ

 

- રગ્બી વર્લ્ડકપની ગણના વિશ્વની ટોપ-10 ઇનામી રકમ ધરાવતી ટૂર્નામેન્ટમાં કરવામાં આવે છે. જેમાં વિજેતાની રકમ વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ ઇન્ટરનેશનલ રગ્બી બોર્ડ (આઇઆરબી)ને 

થયેલી કમાણી પર નિર્ભર કરે છે.

અન્ય સમાચારો પણ છે...