આદિલ રાશિદે નાખ્યો 21મી સદીનો સર્વશ્રેષ્ઠ બોલ, શેન વોર્નના બોલ ઓફ ધ સેન્ચુરીની અપાવી યાદ

આદિલ રાશિદના બોલ પર લોકેશ રાહુલ 149 રન બનાવી આઉટ થયો

DivyaBhaskar.Com | Updated - Sep 12, 2018, 02:09 PM
England Spinner Adil Rashid Ball Of The Century KL Rahul Out


સ્પોર્ટ્સ ડેસ્ક: ઓવલ ટેસ્ટમાં 118 રને હાર બાદ ભારતે 5 ટેસ્ટ મેચની સિરીઝ 1-4થી ગુમાવી દીધી છે. મેચના અંતિમ દિવસે એક સમયે લોકેશ રાહુલ (149) અને યુવા ભારતીય બેટ્સમેન રિષભ પંતે (114) એવી ભાગીદારી કરી કે ડ્રોની આશા જાગી હતી. જોકે, ત્યારે જ ઇંગ્લેન્ડના લેગ સ્પિનર બોલ ઓફ ધ સેન્ચુરી ફેકી ભારતીય આશા પર પાણી ફેરવી દીધુ હતું.

આદિલ રાશિદે નાખ્યો બોલ ઓફ ધ સેન્ચુરી

અંગ્રેજ લેગ સ્પિનર આદિલ રાશિદે દિગ્ગજ શેન વોર્ન જેવો જાદુઇ બોલ પર રાહુલની ઇનિંગ પૂર્ણ કરી હતી. છઠ્ઠી વિકેટ માટે રાહુલ-પંત વચ્ચે 204 રનની ભાગીદારી નોંધાઇ હતી. 80મી ઓવર થઇ ગઇ હોવા છતા કેપ્ટન જો રૂટે નવો બોલ લીધો નહતો. રાશિદ પર વિશ્વાસ કરી તેને બોલ આપ્યો હતો. ઓવલના પ્રથમ બોલને રાશિદે લેગ સ્ટમ્પ બહાર ફેક્યો હતો. આ બોલે શાર્પ ટર્ન લીધો કે ઓફ સ્ટમ્પને ઉડાવી દીધો હતો. આ બોલને લોકેશ રાહુલ પણ સમજી શક્યો નહતો. આ બોલે શેન વોર્નના બોલ ઓફ ધ સેન્ચુરીની યાદ અપાવી દીધી હતી. રાહુલે 224 બોલમાં 149 રન બનાવ્યા હતા. આ દરમિયાન 20 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આદિલ રાશિદના બોલને 21મી સદીનો સર્વશ્રેષ્ઠ બોલ ગણવામાં આવી રહ્યો છે. આવો જ એક બોલ શેન વોર્ને 1993માં એશિઝ સિરીઝ દરમિયાન ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં ઇંગ્લેન્ડમાં માઇક ગેટિંગને નાખ્યો હતો જેની પર તે બોલ્ડ થયો હતો, તેને 20મી સદીનો સર્વશ્રેષ્ઠ બોલ ગણવામાં આવે છે.

શ્રેણી ગુમાવવાનો અર્થ એ નથી કે એકતરફી હારી ગયા, અમે નિડર થઇને રમ્યા: કોહલી

X
England Spinner Adil Rashid Ball Of The Century KL Rahul Out
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App