Divya Bhaskar

Home » Sports » Cricket » Expert Comments » England singer Mick Jagger will donate 19 Lakh rupees to each century or 5 wickets

INDVENG: ક્રિકેટની દીવાનગી, ઇંગ્લેન્ડનો સિંગર દરેક સદી અથવા 5 વિકેટ પર દાન કરશે 19 લાખ રૂપિયા

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 10:07 AM

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ જોવા માટે સિંગર મિક જૈગર પહોચ્યા હતા

  • England singer Mick Jagger will donate 19 Lakh rupees to each century or 5 wickets

    સ્પોર્ટ્સ ડેસ્ક: 'ધ રોલિંગ સ્ટોન્સ'ના મુખ્ય ગાયક મિક જૈગરે જાહેરાત કરી છે કે ઓવલ ટેસ્ટમાં જ્યારે પણ બન્ને ટીમોમાંથી કોઇ પણ બેટ્સમેન સદી ફટકારશે અથવા પછી બોલર 5 વિકેટ ઝડપશે તો તે લગભગ 18,63,000 (20,000 પાઉન્ડ) રૂપિયાનું દાન 'ચાન્સ ટૂ શાઇન' નામની સંસ્થાને આપશે. આ સાથે જ તેમને જાહેરાત કરી છે કે જ્યારે પણ કોઇ બેટ્સમેન અડધી સદી ફટકારશે અથવા બોલર ત્રણ વિકેટ ઝડપશે તો તે લગભગ 9,32,000( 10 હજાર પાઉન્ડ) રૂપિયાનું દાન કરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ધ ઓવલમાં પાંચમી ટેસ્ટ મેચ રમાઇ રહી છે.

    ક્રિકેટ ફેન્સ છે જૈગર

    જૈગર અંગ્રેજી ગાયક-ગીતકાર, સંગીતકાર, કમ્પોઝર અને એક્ટર છે. સંગીત પ્રેમ સીવાય જૈગર ક્રિકેટના ઘણા મોટા પ્રશંસક ગણાય છે. તે વિશ્વભરમાં મેચ જોવા પહોચે છે. તે વર્લ્ડકપ દરમિયાન અને એશિઝ સિરીઝમાં પણ પેવેલિયનમાં જોવા મળે છે. આ સાથે જ તે મેમાં જ્યારે આયરલેન્ડે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ પાકિસ્તાન વિરૂદ્ધ રમી હતી ત્યારે પણ તે ત્યાં હાજર હતા.

    શું કહ્યું જૈગરે?

    પોતાના આ અનોખા દાન આપવાની રીત પર વાત કરતા કહ્યું, ESPNCrickinfoએ તેમના હવાલાથી લખ્યુ છે કે, 'હું ઇંગ્લેન્ડને ફોલો કરૂ છુ, હું વિશ્વમાં જ્યાથી પણ છુ મને લાગ્યુ આ ચાન્સ ટૂ શાઇનને દાન આપવાની સારી રીત છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મેચ પર બોલતા જૈગરે કહ્યું, 'આ એક રોમાંચક શ્રેણી રહી છે જેને લોકોને ક્રિકેટની વાત કરી છે તેમને જોવી પણ જોઇએ, સારા પ્રદર્શનથી નવા પ્રશંસક જોડાય છે, આ પ્રશંસક જેટલા યુવા હશે એટલુ જ રમત માટે સારૂ હશે. જો રૂટ અને વિરાટ કોહલીની ટીમ ઉપર આ મેચમાં દબાણ નથી, માટે મેચમાં જેટલુ સારૂ કરશે તેટલુ સારૂ થશે.'

    પિતા ઘરમાં નેટ લગાવી કરાવતા પ્રેક્ટિસ, હવે સ્ટાર ક્રિકેટર બન્યો શુભમન ગિલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending