ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડના બેટ્સમેન એલિસ્ટર કુકને અંતિમ ટેસ્ટ મેચમાં આપી આવી વિદાય, જીવનભર રાખશે યાદ

Alastair Cook Gets Guard Of Honour From Team India At Oval

DivyaBhaskar.Com

Sep 08, 2018, 10:40 AM IST

સ્પોર્ટસ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ ઓવલમાં રમાઇ રહી છે. આ મેચ ઇંગ્લેન્ડ માટે ખાસ છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ઓપનર બેટ્સમેન એલિસ્ટર કુકની અંતિમ મેચ પણ છે.ચોથી ટેસ્ટ બાદ કુકે ક્રિકેટમાંથી પોતાના સંન્યાસની જાહેરાત કરી હતી. કુકે આ મેચને યાદગાર બનાવવા માટે ટીમ ઇન્ડિયા પણ પાછળ રહી નહતી. 2006માં ભારત વિરૂદ્ધ જ ડેબ્યૂ કરનારા કુક પોતાની પ્રથમ ઇનિંગમાં 60 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં તેને શાનદાર સદી ફટકારી હતી. બીજી ઇનિંગમાં કુકે 104 રન બનાવ્યા હતા. કુક પાંચમી ટેસ્ટ મેચમાં પણ પ્રથમ ઇનિંગમાં 71 રન બનાવી આઉટ થયો હતો.

ટીમ ઇન્ડિયાએ કુકને આપ્યુ ગાર્ડ ઓફ ઓનર

પાંચમી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોવો જ ઓપનર બેટ્સમેન એલિસ્ટર કુક મેદાનમાં ઉતર્યો ટીમ ઇન્ડિયાએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ આપ્યું હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એલિસ્ટર કુક સાથે હાથ મીલાવીને તેનું સન્માન પણ કર્યુ હતું. ભારતીય ટીમના આ પગલાની પ્રશંસા થઇ રહી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પણ આ વીડિયોને શેર કર્યો છે.

વિરાટ કોહલીએ ટેસ્ટમાં બનાવ્યો અનોખો રેકોર્ડ, સિરીઝની તમામ પાંચ મેચમાં હાર્યો ટોસ

X
Alastair Cook Gets Guard Of Honour From Team India At Oval
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી