સાથી ખેલાડીઓને સંન્યાસની વાત કરી રડી પડ્યો હતો કુક, ભારત વિરૂદ્ધ રમશે કરિયરની અંતિમ મેચ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં અંતિમ ટેસ્ટ મેચ, કુકના નામે ટેસ્ટમાં 12254 રન

DivyaBhaskar.Com | Updated - Sep 06, 2018, 05:30 PM
Alastair Cook Cried As He Told Team Mates Of Retirement

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડના સ્ટાર ઓપનર બેટ્સમેન એલિસ્ટર કુક ભારત વિરૂદ્ધ કરિયરની અંતિમ મેચ રમવા ઉતરશે. એલિસ્ટર કુક પોતાના સંન્યાસના સમાચાર ટીમના સાથી ખેલાડી સાથે શેર કરીને ભાવુક બની ગયો હતો. સૌથી પહેલા તેને આ અંગે ટીમના કેપ્ટન જો રૂટને વાત કરી હતી. કુકે આ વાતનો ખુલાસો કર્યો છે. 33 વર્ષીય કુકે 3 સપ્ટેમ્બરે ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કર્યુ હતું કે તે ભારત વિરૂદ્ધ પાંચમી ટેસ્ટ બાદ સંન્યાસ લેશે, આ તેની અંતિમ મેચ હશે.

સાથી ખેલાડીઓને વાત જણાવી રડી પડ્યો કુક

એલિસ્ટર કુકે પત્રકારોને કહ્યું, "ચોથી ટેસ્ટમાં ભારત સામે 60 રને જીત મેળવ્યા બાદ મે ટીમના સાથીઓને સંન્યાસની યોજના વિશે જણાવ્યું હતું, મે આ વાતનો ઉલ્લેખ કેપ્ટન જો રૂટને તે મેચ પહેલા જ કરી દીધો હતો." કુક અનુસાર, 'હું તે દરમિયાન (ટીમને સંન્યાસના સમાચાર જણાવતા સમયે) બીયર પી રહ્યો હતો, મારે તે સમયે તેની જરૂર હતી. રિટાયરમેન્ટના સમાચાર શેર કર્યા બાદ ટીમના તમામ સાથી ખેલાડી ચુપ હતા. ત્યારે મોઇન અલીએ કઇક કહ્યું અને બધા હસવા લાગ્યા, પછી અમે અન્ય વિષય પર વાત કરવા લાગ્યા."

ઇંગ્લેન્ડ 4-1થી ટેસ્ટ સિરીઝ જીતે તો ખુશી થશે: કુક

આઇસીસી અનુસાર, કુક આ પહેલા કહ્યું હતું, મે ગત કેટલાક મુશ્કેલ મહિનાને જોતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ મારી માટે એક દુખદ દિવસ છે, મે ખુશી સાથે ક્રિકેટને પોતાનું બધુ આપ્યુ છે અને હવે ક્રિકેટને આપવા માટે મારી પાસે કઇ બચ્યુ નથી.પાંચમી ટેસ્ટ મેચ અંગે પૂછવામાં આવતા કુકે જણાવ્યું, "તે કમાલની મેચ હશે પરંતુ તેનાથી સારી વાત એ હશે કે ઇંગ્લેન્ડ 3-2થી જીતવાની જગ્યાએ સિરીઝમાં 4-1થી જીતે"

કુકની ક્રિકેટ કરિયર

મહત્વપૂર્ણ છે કે એલિસ્ટર કુક ઇંગ્લેન્ડ માટે 160 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે, તેને આ દરમિયાન 44.88ની એવરેજથી 12254 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 32 સદી અને 56 અડધી સદી ફટકારી છે.

કુકના નામે ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન, સૌથી વધુ મેચ, સૌથી વધુ સદી અને સૌથી વધુ 150થી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. આ સિવાય એલિસ્ટર કુકે 92 વન ડેમાં 3204 રન બનાવ્યા છે.

મને માફ કરી દો! મારી પર પ્રતિબંધ ના મુકતા!, વિરાટ કોહલીને યાદ આવી 'ફિંગરગેટ' ઘટના

X
Alastair Cook Cried As He Told Team Mates Of Retirement
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App