ઇંગ્લેન્ડમાં કાઉન્ટી મેચમાં બેટ્સમેન સદી ના ફટકારે તે માટે બોલરે નાખ્યો નો બોલ, થઇ રહી છે ટિકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડ ક્રિકેટમાં મોટો વિવાદ ઉભો થયો છે. સમરસેટની એક ક્લબ મેચમાં બોલરે જાણી જોઇને નો બોલ નાખ્યો હતો જેને કારણે બેટ્સમેન સદી ફટકારી શક્યો નહતો. બોલ ફેક્યા બાદ બોલર સતત હસી રહ્યો હતો. હવે તેની પર કાર્યવાહી પણ થઇ શકે છે.

 

બોલર સદી ફટકારતા ચુક્યો

 

માઇનહેડ ક્લબના ક્રિકેટર જે ડૈરેલ સમરસેટ ક્રિકેટ લીગની એક મેચમાં સદી ફટકારવાથી ચુકી ગયો હતો. ડૈરેલ 98 રને રમતમાં હતો અને તેની ટીમને જીત માટે 2 રનની જરૂર હતી. ત્યારે બોલરે ખેલ ભાવનાને શર્મસાર કરતા ડૈરેલને સદી પુરી કરતા રોક્યો હતો. આ ઘટનાથી વિવાદ ઉભો થઇ ગયો છે.

 

સમરસેટ ક્લબની એક મેચમાં માઇનહેડ ક્રિકેટ મેદાન પર માઇનહેડ ક્રિકેટ ક્લબ અને પર્નેલ ક્રિકેટ ક્લબ વચ્ચે 45 ઓવરની મેચ રમાઇ હતી. પર્નેલ ક્લબે પ્રથમ બેટિંગ કરતા 45 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 280 રન બનાવ્યા હતા. પડકારનો પીછો કરવા ઉતરેલી માઇનહેડની ટીમે 42.1 ઓવરમાં જ 279 રન બનાવી લીધા હતા. ટીમને જીત માટે માત્ર 2 રનની જરૂર હતી. જ્યારે ટીમના બેટ્સમેન જે ડૌરેલને સદી માટે પણ 2 રનની જરૂર હતી. જોકે, બોલરે જાણી જોઇને એક એવો બોલ નાખ્યો જે બેટ્સમેનની સાથે સાથે વિકેટકીપરને પાર કરતા ચાર રન જતા રહ્યાં હતા. આ એક નો બોલ હતો અને માઇનહેડ ક્રિકેટ ક્લબ આ મેચ જીતી ગયુ હતું. ડૌરેલ પોતાની પ્રથમ સદી પૂર્ણ કરી શક્યો નહતો.

અન્ય સમાચારો પણ છે...