કેજરીવાલને બ્રોન્ઝ મેડાલિસ્ટે કહ્યું- પહેલા મદદ કરતા તો ગોલ્ડ જીતતી, સરકાર નવી પોલિસી લાવશે

એશિયન ગેમ્સમાં મેડલ જીતીને આવેલા ખેલાડીઓને દિલ્હી સરકારે સન્માનિત કર્યા હતા

DivyaBhaskar.Com | Updated - Sep 06, 2018, 01:39 PM

સ્પોર્ટ્સ ડેસ્ક: એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. મહિલા પહેલવાન દિવ્યા કાકરાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ સાથે મુલાકાત કરી જરૂરી સુવિધા ન મળવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.એશિયન ગેમ્સની મહિલા કુશ્તીમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ દિવ્યાએ કેજરીવાલને કહ્યું કે, જો તેને સરકારી સુવિધા મળી હોત તો તે ગોલ્ડ મેડલ જીતીને પરત ફરી શકતી હતી. દિવ્યાની સાથે સાથે દિલ્હીના તે ખેલાડીઓને સન્માનિત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જે ઇન્ડોનેશિયામાં મેડલ જીતીને પરત ફર્યા છે.

પહેલા મદદ કરતા તો ગોલ્ડ જીતીને લાવત

સન્માન સમારંભ દરમિયાન કાકરાને સરકારની ધજ્જી ઉડાવી હતી. દિવ્યાએ કહ્યું કે જ્યારે તે એશિયન ગેમ્સમાંથી પરત ફરી ત્યારે સરકારને ચિઠ્ઠી લખીને મદદની માંગ કરી હતી પરંતુ કોઇએ સહાયતા કરી નહતી. દિવ્યાએ કહ્યું કે તેના કોચે પોતાની નોકરી છોડીને ખુદના પૈસે તેની માટે બદામની વ્યવસ્થા કરી હતી, તેને કહ્યું, 'આવા સન્માનનો શું ફાયદો. ખેલાડીઓને મદદની જરૂર મેડલ જીત્યા બાદ જ નહી પરંતુ પહેલા હોય છે અને ત્યારે કોઇ કઇ કરતુ નથી'

શૂટરે પણ સરકારની પોલીસી પર ઉઠાવ્યા સવાલ

આ દરમિયાન શૂટર અભિષેક વર્માએ પણ સરકારની નોકરી આપવાની પોલિસી પર સવાલ ઉભા કર્યા હતા. અભિષેકે કહ્યું કે ખેલાડીઓને દિલ્હી સરકાર ના તો નોકરી આપે છે કે ના તો કોઇ સગવડ ઉપલબ્ધ કરાવે છે.

અભિષેકે હરિયાણા સરકારનું ઉદાહરણ આપતા કહ્યું કે દિલ્હીની તુલનામાં ત્યાના ખેલાડીઓને કેટલાક ઘણી ઇનામી રકમ અને સારી નોકરી આપવામાં આવે છે. જ્યારે દિલ્હી સરકાર પાસે આવા ખેલાડીઓને નોકરી આપવા માટે કોઇ નીતી જ નથી.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેલાડીઓને વિશ્વાસ અપાવ્યો કે તેમની સરકાર જલ્દી આવા ખેલાડીઓ માટે એક પોલિસી લાવશે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App