તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્તિકે 14 વર્ષમાં રમી છે 26 ટેસ્ટ, અંતિમ 5 ઇનિંગમાં 25 રન બનાવતા ફરી થયો ટીમની બહાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટેસ્ટ ટીમમાં 8 વર્ષ બાદ વાપસી કરનારા દિનેશ કાર્તિક ફરી એક વખત ટીમની બહાર થઇ ગયો છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં કાર્તિકની જગ્યાએ રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ રિષભ પંતને ટેસ્ટ કેપ આપી હતી. ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-0થી પાછળ છે.

 

2004માં કાર્તિકે કર્યુ હતું ડેબ્યૂ

 

દિનેશ કાર્તિક તે ભારતીય ખેલાડીઓમાં સામેલ છે જેને ટેસ્ટ ક્રિકેટમાં પાંચમી વખત વાપસી કરી હતી. 2004માં કાર્તિકનો પ્રથમ વખત ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, તેને સતત 10 ટેસ્ટ મેચ રમી તે બાદ તે ડ્રોપ થઇ ગયો. કાર્તિકે એક વર્ષની અંદર ફરી વાપસી કરી. આ વખતે પણ તે 9 ટેસ્ટ મેચ રમી શક્યો અને ટીમની બહાર થઇ ગયો. તે બાદ 2008માં 2, 2008માં એક અને 2010માં પણ એક ટેસ્ટ મેચ રમ્યો. વર્ષ 2010માં ડ્રોપ થયા બાદ દિનેશ કાર્તિકે 2018માં ફરી વાપસી કરી હતી.

 

આ વર્ષે ત્રણ ટેસ્ટમાં માત્ર 25 રન બનાવ્યા

 

દિનેશ કાર્તિકે આ વર્ષે અફઘાનિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટમાં વાપસી કરી હતી. તે આ મેચમાં માત્ર 4 રન બનાવી આઉટ થઇ ગયો હતો. તે બાદ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પણ કાર્તિકનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ 2 ટેસ્ટ મેચની 4 ઇનિંગમાં કાર્તિક 21 રન જ બનાવી શક્યો હતો. કાર્તિક દેશનો આઠમો સૌથી સફળ વિકેટકીપર છે. કાર્તિકે 26 ટેસ્ટ મેચમાં 51 કેચ અને છ સ્ટમ્પિંગ કરી છે. કાર્તિકે આ સિવાય 1025 રન પણ બનાવ્યા છે.

 

પત્ની હસીન જહાં નહી, માત્ર પોતાની દીકરીનો ખર્ચ ઉઠાવશે મોહમ્મદ શમી, કોર્ટે આપી રાહત

અન્ય સમાચારો પણ છે...