શું ધોનીએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વિરૂદ્ધ ભારત બંધમાં પેટ્રોલ પંપ પર કર્યા ધરણા? જાણો શું છે સત્ય

ધોનીની પેટ્રોલ પંપ પર બેઠેલી એક તસવીર કોંગ્રેસના પ્રવક્તાએ રી ટ્વીટ કરતા ભારત બંધમાં જોડાયાનું સમર્થન મળ્યુ

DivyaBhaskar.Com | Updated - Sep 10, 2018, 03:04 PM
Did MS Dhoni With Wife Sakshi Strike At Petrol Pump During Bharat Bandh

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત બંધ દરમિયાન એમએસ ધોની અને તેની પત્ની સાક્ષી ધોનીની પેટ્રોલ પંપ પર બેઠેલી એક તસવીર વાયરલ થઇ રહી છે જેને કોંગ્રેસના પ્રવક્તાએ રી ટ્વીટ કરી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યુ છે કે ધોની બંધના સમર્થનમાં પેટ્રોલ પંપ પર ધરણા પર ઉતર્યો છે. જોકે, એમએસ ધોનીની આ વાયરલ થયેલી તસવીર શિમલાની છે જ્યાં તે એક એડ શૂટ માટે ગયો હતો.

ભારત બંધમાં જોડાયો ધોની

હિમાચલ પ્રદેશ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ સાથે જોડાયેલા અરૂણ ઠાકુરે મહેન્દ્રસિંહ ધોની અને તેની પત્ની સાક્ષી ધોનીની એક પેટ્રોલ પંપ પર બેઠેલી તસવીર શેર કરી ટ્વીટમાં જણાવ્યુ કે આ લોકો પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વિરૂદ્ધ બંધમાં સામેલ થયા છે. અરૂણ ઠાકુરે વધુમાં કહ્યું કે ધોનીએ હેલિકોપ્ટર શોટ મારવાનું બંધ કરી દીધુ છે. આ ટ્વીટને કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ રીટ્વીટ પણ કરી છે.

આ છે તસવીરનું સત્ય

ધોની જ્યારે તાજેતરમાં પત્ની સાક્ષી સાથે શિમલા ગયો હતો ત્યારની છે. આ ટ્રિપ પર તે બાઇક લઇને એકલો રસ્તા પર ફરતો જોવા મળ્યો હતો. ધોની શિમલામાં એક એડ શૂટ માટે ગયો હતો ત્યારની છે. આ દરમિયાન તે પેટ્રોલ પંપ પર પત્ની સાથે થોડો સમય બેઠો હતો. આ એડ શૂટમાં ધોનીની સાથે પંકજ કપૂર પણ હતા.

X
Did MS Dhoni With Wife Sakshi Strike At Petrol Pump During Bharat Bandh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App