કાર કલેક્શન / રોનાલ્ડોએ ખરીદી 7 કરોડની Rolls Royce Cullinan, 5 સેકન્ડમાં પકડે છે 100 Kmphની સ્પીડ

Cristiano Ronaldo Buy Rolls Royce Cullinan Worth 7 Crore

divyabhaskar.com

Apr 17, 2019, 07:58 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લક્ઝુરીયસ લાઇફ જીવવા માટે જાણીતો છે. રોનાલ્ડોના કાર કલેક્શનમાં વધુ એક કારનો સમાવેશ થયો છે. રોનાલ્ડોએ Rolls Royce Culinan એસયૂવી ખરીદી છે, જેની કિંમત 7 કરોડ રૂપિયા છે.રોનાલ્ડોને કારનો ઘણો ક્રેઝ છે અને તેની પાસે 25થી વધારે કાર છે. તેની પાસે 36 લાખથી લઈ 21 કરોડ રૂપિયાની કાર છે.રોનાલ્ડોની નવી એસયુવી કાર 5 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી લેશે.

એસયુવીમાં છે આધુનિક ફિચર્સ

Rolls Royce Culinanમાં એલ્યૂમિનિયમ સ્પેશફ્રેમ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ એસયુવીમાં કંપનીએ 6.75 લીટરની ક્ષમતાના V12 એન્જિનનો પ્રયોગ કર્યો છે. જે 563bhp પાવર અને 850Nmનું ટોક જનરેટ કરે છે. આટલુ જ નહી આ પ્રથમ રોલ્સ રોયસ છે જેમાં ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવ્યો છે.કંપનીએ શાનદાર ફિચર્સ અને ટેકનિકનો પણ પ્રયોગ કર્યો છે, આ એસયુવીમાં કંપનીએ 18 સ્પીકરને સામેલ કર્યા છે, આ સિવાય તેની પાછળની સીટ પર મુસાફરો માટે 12 ઇંચની શાનદાર એચડી સ્ક્રીન આપવામાં આવી છે.જેમાં પેડેસ્ટ્રીયન વાઇલ્ડ લાઇફ એલર્ટ, નાઇટ વિઝન ફંક્શન, પેનારોમિક વ્યૂ સાથે 4 કેમેરા, એક્ટિવ ક્રૂઝ કંટ્રોલ જેવા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે.

રોનાલ્ડો પાસે છે કરોડોની કારનું કલેક્શન

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાસે 20 એવી કાર છે જે ઝડપની સાથે ઘણી મોંઘી પણ છે. રોનાલ્ડો પાસે બુગાટી વેરોન, લેમ્બોર્ગિની, BMW, બેન્ટલે, પોર્શ, મર્સડિઝ, ફરારી અને ઓડી જેવી મોંઘી બ્રાંડ્સની સ્પોર્ટ્સ કાર છે.

X
Cristiano Ronaldo Buy Rolls Royce Cullinan Worth 7 Crore
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી