મોહમ્મદ શમીના બર્થ ડે પર ગૂગલે ક્રિએટ કર્યુ 'કન્ફ્યુઝન', સાથી ખેલાડીઓએ કરી ઉજવણી

મોહમ્મદ શમીએ પોતાના 28માં જન્મ દિવસની ઉજવણી કરી, બર્થ ડેટને લઇને ઉભુ થયુ કન્ફ્યુઝન

DivyaBhaskar.Com | Updated - Sep 04, 2018, 12:26 PM
Mohammed Shami celebrates birthday but Google creates confusion

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સાથી ખેલાડીઓ સાથે 28માં જન્મ દિવસની ઉજવણી કરી હતી.શમી ભારતીય ટીમ સાથે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમી રહ્યો છે. શમીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે પૃથ્વી શો અને રિષભ પંત સાથે જન્મ દિવસની ઉજવણી કરતો નજરે પડે છે. શમીના બર્થ ડેને લઇ ગૂગલે લોકો વચ્ચે એક કન્ફ્યૂઝન ઉભુ કર્યુ હતું. ગૂગલ અને કેટલીક સાઇટ પર તેનો જન્મ દિવસ 3 સપ્ટેમ્બર, 1990ની જગ્યાએ 9 માર્ચ 1990 બતાવવામાં આવે છે. ક્રિકેટ આધારિત કેટલીક વેબસાઇટમાં શમીના જન્મ દિવસ 9 માર્ચ, 1990 બતાવવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે આઇસીસી અને બીસીસીઆઇએ મોહમ્મદ શમીને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.

શમીની ક્રિકેટ કરિયર

મોહમ્મદ શમીએ ભારત માટે અત્યાર સુધી 34 ટેસ્ટ, 50 વન ડે અને 7 ટી-20 મેચમાં ભાગ લીધો છે. આઇપીએલમાં અત્યાર સુધી તે 35 મુકાબલા રમી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં શમી ભારતીય ટીમનો મહત્વનો બોલર છે. ઇંગ્લેન્ડ પહેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પણ શમીએ પોતાના પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા હતા.

X
Mohammed Shami celebrates birthday but Google creates confusion
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App