67 ટેસ્ટ બાદ કોહલીના રન સચિનથી વધુ, 10 વર્ષ સુધી રમતા કરી શકશે તેની સદીની બરાબરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ ઇંગ્લેન્ડમાં તેની પ્રથમ ટેસ્ટ સદી હતી. તે બાદ ક્રિકેટ જગતમાં ભારતના સર્વકાલિન ટેસ્ટ બેટ્સમેન હોવાની વાત શરૂ થઇ ગઇ છે. જ્યારે પણ ભારતના સર્વકાલિન ટેસ્ટ બેટ્સમેનોની વાત થાય છે તો સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનું નામ આવે છે. ત્રણેયે 100થી વધુ ટેસ્ટ રમી છે અને 10 હજારથી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલી અત્યાર સુધી 67 ટેસ્ટમાં 5,754 રન બનાવી ચુક્યો છે. આંકડા પર નજર નાખીએ તો 67 ટેસ્ટમાં રન બનાવવા મામલે વિરાટ કોહલી સચિન અને દ્રવિડ કરતા આગળ છે પરંતુ ગાવસ્કર કરતા પાછળ છે. 22 સદી ફટકારી ચુકેલા કોહલીએ સચિનના 51 સદીના રેકોર્ડને તોડવા માટે 10 વર્ષ આ ઝડપથી જ ટેસ્ટ ક્રિકેટ રમવી પડશે.

 

કોહલી,સચિન,ગાવસ્કર અને દ્રવિડની ટેસ્ટ કરિયર

 

ખેલાડી મેચ રન એવરેજ સદી
સચિન 200 15,921 53.78 51
દ્રવિડ 164 13,288 52.31 36
ગાવસ્કર 125 10,122 51.12 34
કોહલી 67 5,754 54.28 22

 

વર્તમાન ઝડપથી વિરાટ કોહલી 10 વર્ષ વધુ રમે છે તો તેના નામે 151 ટેસ્ટમાં 12946 રન થઇ શકે છે. વિરાટ કોહલી દર વર્ષે 2.7ની એવરેજથી સદી ફટકારે છે. આ રીતે આગળના 10 

વર્ષમાં તેના નામે 28થી 29 સદી થઇ શકે છે. કુલ 50 સદીના આંકડાને તે પાર કરી શકે છે. આ રીતે વિરાટ કોહલી સદી મામલે સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડથી આગળ નીકળી સચિન 

(51 સદી)ની બરાબરી સુધી પહોચી શકે છે.


શરૂઆતના 8 વર્ષમાં દ્રવિડના નામે સૌથી વધુ રન: રાહુલ દ્રવિડે 1996માં ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી, તે બાદથી શરૂઆતના 8 વર્ષમાં એટલે કે 2003 સુધી તેને 69 ટેસ્ટ મેચ રમી 

છે, જેમાં તેને 6,417 રન બનાવ્યા. આ મામલે તેને સચિન અને ગાવસ્કરને પાછળ છોડ્યા હતા. વિરાટ કોહલીએ પણ 67 મેચ રમી પરંતુ રન બનાવવામાં તે દ્રવિડથી પાછળ છે. દ્રવિડે 

તેનાથી 663 રન વધુ બનાવી લીધા હતા. જોકે, ચારેયમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 22 સદી ફટકારી છે. જ્યારે આટલી મેચમાં જ સચિનના નામે સૌથી ઓછી 10 સદી જ છે.

 

શરૂઆતના 8 વર્ષમાં રમાયેલી કુલ ટેસ્ટમાં દ્રવિડનું પ્રદર્શન સૌથી સારૂ

 

ખેલાડી

મેચ રન સદી
રાહુલ દ્રવિડ 69 6,417 16
વિરાટ કોહલી 67 5,754 22
સુનીલ ગાવસ્કર 43 4,240 18
સચિન તેંડુલકર 46 3,106 10

 

અન્ય સમાચારો પણ છે...