એડીલેડ ટેસ્ટ/ પૂજારાએ સદીથી ટીમનો સ્કોર સન્માનજનક બનાવ્યો, ટેસ્ટમાં 5 હજાર રન કરનાર 12મો ભારતીય

divyabhaskar.com

Dec 06, 2018, 01:44 PM IST
Cheteshwar Pujara his 16th Test ton and also completes 5000 Test runs

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં દિવસના અંતે 9 વિકેટ ગુમાવી 250 રન બનાવી લીધા છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ આક્રમક 123 રનની ઇનિંગ રમી ટીમ ઇન્ડિયાની લાજ બચાવી હતી. ભારતની એક સમયે 86 રનમાં જ 5 વિકેટ પડી ગઇ હતી. તે બાદ પૂજારાએ ધીમી પણ મક્કમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરોને પરેશાન કર્યા હતા. પૂજારા 123 રન બનાવી રન આઉટ થયો હતો.પૂજારા જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતે માત્ર મેચની નવ બોલ રમી હતી અને ટીમનો સ્કોર ત્રણ રન હતો. તે બાદ ભારતની સાત વિકેટ પડી ગઇ પરંતુ તે ક્રીઝ પર ઉભો રહ્યો હતો.

સિક્સર ફટકારીને પૂજારાએ પૂરા કર્યા 5000 ટેસ્ટ રન

ચેતેશ્વર પૂજારાએ 231 બોલમાં 6 ફોર અને એક સિક્સરની મદદથી ટેસ્ટ કરિયરની 16મી સદી પૂર્ણ કરી હતી.સૌરાષ્ટ્રના બેટ્સમેને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી સદી ફટકારી હતી. આ દરમિયાન તેને ટેસ્ટ કરિયરમાં 5,0000 રનનો આંકડો પણ પાર કર્યો હતો. પૂજારાએ 246 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી 123 રન બનાવ્યા હતા. પૂજારા ટેસ્ટમાં 5 હજાર રન પુરા કરનાર 12મો ભારતીય ખેલાડી બન્યો હતો. પૂજારાની ઓસ્ટ્રેલિયામાં આ પ્રથમ સદી છે.

પૂજારા પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, ગુંડપ્પા વિશ્વનાથ, વિરાટ કોહલી 5000થી વધુ ટેસ્ટ રન બનાવી ચુક્યા છે. પૂજારાએ 16મી ટેસ્ટ સદી પણ ફટકારી હતી. આ પહેલા નવ ભારતીય ખેલાડી 16 કે તેથી વધુ સદી ફટકારી ચુક્યા છે. જેમાં સચિન તેંડુલકરે 51, રાહુલ દ્રવિડે 36, સુનીલ ગાવસ્કરે 34, વિરાટ કોહલીએ 24, વિરેન્દ્ર સેહવાગે 23, મોહમ્મદ અઝહરૂદ્દીને 22, દિલીપ વેંગસરકર અને વીવીએસ લક્ષ્મણે 17-17 અને સૌરવ ગાંગુલીએ 16 ટેસ્ટ સદી ફટકારી છે.

એડિલેડ ટેસ્ટ/ મેચની બે શાનદાર મોમેન્ટ: શર્માની કવર ઉપરથી સિક્સ અને ગલીમાં ખ્વાજાનો કેચ

X
Cheteshwar Pujara his 16th Test ton and also completes 5000 Test runs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી