INDVsAUS: દ્રવિડની જેમ 'દીવાર' બન્યો પૂજારા, ફરી સામે આવ્યુ બન્નેનું મેઝીકલ કનેક્શન

ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં 123 રનની ઇનિંગ રમી હતી

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 05:15 PM
Heights of coincidence! Rahul Dravid And Cheteshwar Pujara Same Number Of Innings

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ કરિયરની 16મી સદી ફટકારી હતી. આ સદી સાથે પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 5 હજાર રન પણ પુરા કર્યા હતા. પૂજારાએ 123 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પૂજારાએ ટીમને સંકટમાંથી બહાર કાઢ્યુ હતું. આ સાથે જ પૂજારાનું રાહુલ દ્રવિડ સાથે પોતાનું એક ખાસ કનેક્શન પણ બનાવી લીધુ છે.

પૂજારા અને દ્રવિડનું આ કેવુ કનેક્શન?

ચેતેશ્વર પૂજારાને જો ભારતીય ટીમનો નવો રાહુલ દ્રવિડ કહીએ તો ખોટુ નથી. પૂજારા અને રાહુલ દ્રવિડના આંકડા સાબિત કરી રહ્યાં છે કે બન્ને વચ્ચે એક ખાસ કનેક્શન છે. 5000 રન પુરા

કરવાની સાથે જ પૂજારા અને દ્રવિડનું આ કનેક્શન જોઇ તમે ચોકી જશો.

આંકડા જણાવે છે કે પૂજારાએ 3 હજાર રન 67 ઇનિંગમાં પુરા કર્યા હતા. આટલી જ ઇનિંગમાં દ્રવિડે પણ 3 હજાર રન બનાવ્યા હતા. તે બાદ પૂજારાએ 4 હજાર રન 84 ઇનિંગમાં પુરા કર્યા હતા. આ સંયોગ જ કહેવામાં આવશે કે દ્રવિડે પણ 4 હજાર રન 84 ઇનિંગમાં પૂરા કર્યા હતા. આટલુ જ નહી એડિલેડ ટેસ્ટના પ્રથમ દિવસે પોતાની ઇનિંગમાં જ્યારે પૂજારા 99 રને પહોચ્યો ત્યારે તેને ટેસ્ટ કરિયરના 5 હજાર રન પુરા કર્યા હતા. આ પૂજારાની 108મી ઇનિંગ હતી. દ્રવિડ અને પૂજારાનું મેઝીક કનેક્શન અહી પણ જોવા મળ્યુ હતું. દ્રવિડે પણ 5 હજાર રન 108 ઇનિંગમાં પુરા કર્યા હતા.

પૂજારાએ ગાંગુલીના રેકોર્ડની કરી બરાબરી

ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટમાં સૌથી વધુ સદી મામલે સૌરવ ગાંગુલીની બરાબરી કરી હતી. ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચમાં 123 રનની ઇનિંગ રમી હતી. પૂજારાની આ ટેસ્ટ કરિયરની 16મી સદી હતી. સૌરવ ગાંગુલી પણ ટેસ્ટમાં 16 સદી ફટકારી ચુક્યો છે.

કાંગારૂઓની ધરતી પર ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કોઇ ટેસ્ટ સિરીઝના પ્રથમ દિવસે ચેતેશ્વર પૂજારા (123) સૌથી વધુ રન બનાવનાર ત્રીજો વિદેશી બેટ્સમેન બની ગયો છે. આ રેકોર્ડ ગેરી સોબર્સના નામે છે, જેને 1960માં 132 રનની ઇનિંગ રમી હતી.

132 રન- ગૈરી સોબર્સ (વેસ્ટ ઇન્ડીઝ), બ્રિસબેન 1960
126 રન- મૉરિસ લેલેન્ડ (ઇંગ્લેન્ડ), બ્રિસબેન, 1936
123 રન: ચેતેશ્વર પૂજારા (ભારત), એડિલેડ 2018

એડીલેડ ટેસ્ટ/ પૂજારાએ સદીથી ટીમનો સ્કોર સન્માનજનક બનાવ્યો, ટેસ્ટમાં 5 હજાર રન કરનાર 12મો ભારતીય

X
Heights of coincidence! Rahul Dravid And Cheteshwar Pujara Same Number Of Innings
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App