ધોનીએ અશ્વિનની પ્રતિભા ઓળખી બનાવી દીધો સ્ટાર, ફિલ્મો જોવાનો છે શૌખીન

રવિચંદ્રન અશ્વિન પોતાના 32માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે

DivyaBhaskar.Com | Updated - Sep 16, 2018, 07:00 AM
Ravichandran Ashwin Birthday Turn 32 Interesting Life Fact

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર આર.અશ્વિન પોતાના 32માં (17 સપ્ટેમ્બર, 1986) જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે.અશ્વિન ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતીય ટીમનો ભાગ હતો. અશ્વિનના ક્રિકેટમાં પ્રદર્શનને જોતા તેને અર્જૂન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે.

પહેલા બેટ્સમેન હતો અશ્વિન

રવિચંદ્રન અશ્વિન પહેલા ઓપનર બેટ્સમેન હતો, તે બદનસીબે સ્પિનર બોલર બની ગયો હતો. અશ્વિન જ્યારે 14 વર્ષનો હતો ત્યારે બેટિંગ દરમિયાન તેને ઇજા થઇ હતી જેને કારણે 2 મહિના તે પથારીમાં પડ્યો હતો અને પછી તેને બોલિંગમાં ધ્યાન આપ્યુ હતું. અશ્વિનની માતા ચિત્રા તેના અભ્યાસને લઇને ચિંતિત રહેતી હતી જેને કારણે તેને 2005માં એન્જિનિયરિંગમાં એડમિશન લીધુ હતું. ધોનીએ અશ્વિનની પ્રતિભાને ઓળખી હતી અને સૌથી પહેલા આઇપીએલમાં તક આપી રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો.

ફિલ્મો જોવાનો છે શૌખીન

અશ્વિન ફિલ્મનો ઘણો શૌખીન છે. જ્યારે પણ તે ચેન્નાઇમાં હોય ત્યારે પિતા સાથે સત્યમ સિનેમા જઇને ફિલ્મ જોવાનું નથી ભૂલતો.

અશ્વિને શ્રીલંકા વિરૂદ્ધ કર્યુ હતું ડેબ્યુ

અશ્વિને શ્રીલંકા વિરૂદ્ધ 5 જુન 2010માં હરારે વિરૂદ્ધ વન ડે ડેબ્યુ કર્યુ હતું. ડેબ્યુ મેચમાં અશ્વિનને 2 સફળતા મળી હતી.જ્યારે 12 જૂન 2010માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ટી-20 ડેબ્યુ કર્યુ હતું.ડેબ્યુ ટી-20 મેચમાં અશ્વિનને એક સફળતા મળી હતી. અશ્વિન માટે ટેસ્ટ ડેબ્યુ યાદગાર રહ્યું હતું. અશ્વિને નવેમ્બર 2011માં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતું.અશ્વિને ડેબ્યુ મેચમાં 9 વિકેટ (પ્રથમ ઇનિંગમાં 3, બીજી ઇનિંગમાં 6 વિકેટ) ઝડપી હતી.

અશ્વિનની ક્રિકેટ કરિયર

અશ્વિને 62 ટેસ્ટ મેચમાં 327 વિકેટ ઝડપી છે જ્યારે 2289 રન બનાવ્યા છે. અશ્વિને 111 વન ડે મેચમાં 150 વિકેટ ઝડપી છે અને 675 રન બનાવ્યા છે. અશ્વિને 46 ટી-20 મેચમાં 52 વિકેટની સાથે 123 રન બનાવ્યા છે. અશ્વિનનું આઇપીએલમાં પણ શાનદાર પ્રદર્શન રહ્યું છે. અશ્વિને 125 આઇપીએલ મેચમાં 110 વિકેટ ઝડપી છે.

X
Ravichandran Ashwin Birthday Turn 32 Interesting Life Fact
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App