વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને BCCIએ કર્યા માલામાલ, હાર્દિક પંડ્યા સહિતના ખેલાડી બન્યા કરોડપતિ

DivyaBhaskar.Com

Sep 10, 2018, 11:11 AM IST
BCCI reveals salary details of Indian cricketers And Coach

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ટીમ ઇન્ડિયાના ખેલાડી અને કોચ રવિ શાસ્ત્રીને આપવામાં આવેલા પેમેન્ટની જાણકારી આપી છે. ખેલાડીઓને કેન્દ્રીય કરાર રિટેનર ફી મળી છે જ્યારે ટેસ્ટ ખેલાડીઓને પણ આઇસીસી દ્વારા ટેસ્ટ રેન્કિંગની ઇનામી રકમનો શેર આપવામાં આવ્યો છે.

રવિ શાસ્ત્રી થયા માલામાલ

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીને 18.7.2018થી 17.10.2018 વચ્ચે ટીમની કોચિંગ માટે એડવાન્સમાં 2.5 કરોડ રૂપિયા મળ્યા હતા. રવિ શાસ્ત્રીને 2016થી ટીમ ઇન્ડિયાના કોચ છે અને તેમનો કરાર આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનારા 2019ના વર્લ્ડકપ બાદ પૂર્ણ થઇ રહ્યો છે. રવિ શાસ્ત્રીને અનિલ કુંબલેના ઉત્તરાધિકારીના રૂપમાં કોચ પદ પર નિયુક્ત કરવામાં આવ્યો હતો. રવિ શાસ્ત્રીને બોર્ડના મહેનતાણા રૂપે 8 કરોડ રૂપિયા મળશે.

વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ મળ્યા પૈસા

ભારતીય ક્રિકેટ બોર્ડે દક્ષિણ આફ્રિકના પ્રવાસે ગયેલા ખેલાડીઓની પેમેન્ટ પણ રિલીઝ કરી છે, જેમાં આઇસીસી દ્વારા રિલીઝ કરવામાં આવેલા ટેક્સેબલ પોર્શન અને રિટેનરશિપ ફીનો 90 ટકા ટેક્સ ફ્રી ભાગ સામેલ છે. વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકામાં વન ડે અને ટેસ્ટ સિરીઝ તેમજ આઇસીસીની ઇનામી રકમ મળીને 1,25,04,964 રૂપિયા મળ્યા છે.

ભારતીય ટીમના હિટમેન રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા પ્રવાસ અને નિદહાસ ટ્રોફીના મળીને 1,12,80,705 રૂપિયા મળ્યા છે. જ્યારે હાર્દિક પંડ્યાને ઓક્ટોબર 2017થી માર્ચ 2018 વચ્ચે 90 ટકા ટેક્સ ફ્રી રિટેનર ફીના રૂપમાં 1,11,34,726 રૂપિયા મળ્યા છે.


INDVENG: ક્રિકેટની દીવાનગી, ઇંગ્લેન્ડનો સિંગર દરેક સદી અથવા 5 વિકેટ પર દાન કરશે 19 લાખ રૂપિયા

X
BCCI reveals salary details of Indian cricketers And Coach
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી