B'day: અક્ષર પટેલની નજીક છે આ Mystery Girl, વાયરલ થઇ ચુકી છે તસવીર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય સ્પિનર અક્ષર પટેલ આજે પોતાનો 24મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અક્ષર પટેલને તાજેતરમાં કિંગ્સ ઈલેવન પંજાબે આઈપીએલ 2018 માટે પોતાની ટીમ સાથે રિટેન કર્યો હતો. જ્યારે કે, તેને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી 6 વનડે મેચોની સિરીઝ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુળ નડિયાદના અક્ષર પટેલની કેટલાક સમય પહેલા એક મિસ્ટ્રી ગર્લ સાથેની તસવીરો વાયરલ થઇ હતી.

 

કોણ છે Mysetry Girl મેહા?

 

- અક્ષર પટેલના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ મેહાની અનેક તસવીરો જોવા મળે છે.
- મેહા અક્ષર પટેલની ખાસ મિત્રમાંથી એક છે.
- બન્નેની તસવીરો જોઇ કેટલીક વખત ફેન્સ પણ અક્ષરને આ મિસ્ટ્રી ગર્લ વિશે સવાલ પૂછે છે.
- અક્ષર પણ મેહાની તસવીરો પર કોમેન્ટ્સ કરતો રહે છે.
- અક્ષર પટેલ સાથે મેહા નામની મિસ્ટ્રી ગર્લ તસવીર શેર કરી ચુકી છે.

 

અત્યારસુધી આવુ રહ્યું છે અક્ષર પટેલનું ક્રિકેટ કરિઅર....


- અક્ષર પટેલે અત્યારસુધી 38 ઈન્ટરનેશનલ વનડે મેચમાં રમતા 181 રન કરવાની સાથે 45 વિકેટ ઝડપી છે.
- અક્ષરે અત્યારસુધી 10 T20I પણ રમી છે, જેમાં તેના નામે 9 વિકેટ છે.
- આઈપીએલમાં 59 મેચોમાં અક્ષરે 606 રન ફટકારવાની સાથે 58 વિકેટ પણ ઝડપી છે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...