તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Asian Games 2018નો પ્રારંભ, ભારતને GOLD અપાવી શકે છે 8 રમતના 14 ખેલાડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: કોમનવેલ્થ ગેમ્સમાં મળેલી સફળતા બાદ ભારતીય ખેલાડી 18મી એશિયન ગેમ્સમાં ઉતરશે. જકાર્તામાં શનિવારે યોજાયેલા ઉદ્દઘાટન સમારંભ બાદ રવિવારે એશિયન ગેમ્સનો પ્રારંભ થશે. એશિયન રમતોમાં ભારતના 572 ખેલાડી ભાગ લઇ રહ્યાં છે.1962માં ભારતે જકાર્તામાં 52 મેડલ જીત્યા હતા જેમાં 12 ગોલ્ડ, 13 રજત અને 27 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સિઝનમાં ભારત ત્રીજા સ્થાને રહ્યું હતું. 

 

એશિયન રમતોમાં ભારતને મેડલ પર નજર:

 

કુશ્તી

 

બજરંગ પૂનિયા: હરિયાણાના 24 વર્ષના પહેલવાને ઇંચિયોનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. શાનદાર ફોર્મમાં રહેલો પહેલવાન 65 કિલો ફ્રી સ્ટાઇલમાં મેડલનો દાવેદાર છે અને આ વર્ષે ત્રણ ટૂર્નામેન્ટ જીતી ચુ્કયો છે. ગોલ્ડ કોસ્ટમાં ગોલ્ડ મેડલ સિવાય તેને જોર્જિયા અને ઇંસ્તંબુલમાં 2 ટૂર્નામેન્ટ જીતી હતી.

 

સુશીલ કુમાર: ભારતના સૌથી સફળ ઓલિમ્પિયનમાંથી એક સુશીલ કુમાર પર મેડલ જીતવાનું દબાણ હશે જે જોર્જિયામાં ફ્લોપ રહ્યો હતો. જોર્જિયામાં નિષ્ફળતા બાદ લોકો સવાલ ઉઠાવી 

રહ્યાં હતા કે એશિયાડની ટ્રાયલમાંથી તેને રજા કેમ આપી દેવામાં આવી. 

 

વિનેશ ફોગાટ: રિયો ઓલિમ્પિકમાં પગની ઇજાનો શિકાર બનેલી વિનેશ ફોગાટ વાપસી કરી રહી છે. તેને કોમનવેલ્થમાં ગોલ્ડ અને મેડ્રિડમાં સ્પેન ગ્રાં પ્રી જીતી છે. તે 50 કિલોમાં મેડલની 

પ્રબળ દાવેદાર છે.

 

બેડમિન્ટન

 

પીવી સિંધુ: વર્લ્ડ ચેમ્પિયન સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ પાસે પણ ઘણી આશા છે. ચાર મોટી ફાઇનલ હારી ચુકેલી સિંધુ પર આ કલંક ધોવાનું પણ દબાણ હશે.

 

સાઇના નેહવાલ: ભારતમાં બેડમિન્ટનને પોપ્યુલર બનાવનારી સાઇના નેહવાલ સતત સારૂ પ્રદર્શન કરી શકી નથી. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મારિન સામે તેનો પરાજય થયો હતો. સાઇના નેહવાલ પાસે પણ મેડલની આશા છે.

 

કે શ્રીકાંત: એપ્રિલમાં નંબર વન બનનારા શ્રીકાંતને ઓલિમ્પિયાડમાં ચીન, ઇન્ડોનેશિયા અને જાપાનના ખેલાડીઓનો પડકાર મળશે. શ્રીકાંત પાસે પણ ભારતને મેડલની આશા છે.

 

શૂટિંગ

 

મનુ ભાકેર: હરિયાણાની 16 વર્ષની આ સ્કૂલની વિદ્યાર્થીની શાનદાર પ્રદર્શન દ્વારા ચર્ચામાં છે. આઇએસએસએફ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતનારી મનુ સૌથી યુવા ભારતીય નિશાનેબાજ બની છે. તે 10 મીટર એર પિસ્ટલમાં પ્રબળ દાવેદાર છે.

 

એથલેટિક્સ

 

હિમા દાસ: આસામની એક ગામની 20 વર્ષની હિમા દાસે ગોલ્ડ કોસ્ટમાં છઠ્ઠુ સ્થાન મેળવ્યુ હતું. આઇએએએફ ટ્રેક અને ફીલ્ડ સ્પર્ધામાં 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય બની હતી.

 

નીરજ ચોપડા: આ યુવા ભાલાફેક ખેલાડી ભારતીય દળનો ધ્વજવાહક છે. અંડર 20 વર્લ્ડ ચેમ્પિયનશીપ 2016માં ગોલ્ડ જીતનારા નીરજે કોમનવેલ્થ ગેમ્સમાં સફળતાને દોહરાવી હતી. નીરજ ચોપડાએ દોહામાં આઇએએએફ ડાયમંડ લીગમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. ગત ચાર ટૂર્નામેન્ટમાંથી ત્રણમાં તે ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે.

 

ટેનિસ

 

રોહન બોપન્ના: રોહન બોપન્ના પોતાની ક્ષમતા અનુરૂપ રમે છે તો તે મેડલનો દાવેદાર હશે. ભારતની આશાનો દારોમદાર રામનાથન પર પણ હશે. ન્યૂપોર્ટ એટીપી ટૂર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોચેલા રામનાથને પોતાની પ્રતિભા બતાવી હતી.

 

બોક્સિંગ

 

શિવા થાપા: પુરૂષોના 60 કિલો વર્ગમાં શિવા થાપા એશિયન રમતોમાં પ્રથમ મેડલ જીતાડવાના પ્રયાસમાં હશે. એશિયન ચેમ્પિયનશીપમાં સતત ત્રણ મેડલ જીતીને તેનો આત્મ વિશ્વાસ વધ્યો છે.

સોનિયા લાઠેર: એમસી મેરી કોમની ગેરહાજરીમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ સિલ્વર મેડલ વિજેતા સોનિયા લાઠેર ભારતીય મહિલા ટીમની આગેવાની કરશે. તે 57 કિલો વર્ગમાં મેડલની પ્રબળ દાવેદાર છે.

 

જિમ્નાસ્ટીક

 

દીપા કર્માકર: ઘૂંટણની ઇજાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થયેલી દીપાએ તુર્કીમાં વર્લ્ડ ચેલેન્જ કપમાં ગોલ્ડ મેડલ જીતીને વાપસી કરી છે. રિયો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેલી દીપા મેડલની પ્રબળ દાવેદાર છે.

 

ટેબલ ટેનિસ

 

મનિકા બત્રા: ગોલ્ડ કોસ્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી મનિકા કોમનવેલ્થ ગેમ્સની સ્ટાર રહી છે. જકાર્તામાં તેની જોરદાર ટક્કર જોવા મળશે પરંતુ તે પણ પુરી તૈયારી સાથે મેડલ જીતવાનો પ્રયાસ કરશે.

 

એશિયાડ: બેડમિંટનમાં પહેલો ગોલ્ડ અપાવી શકે છે સાઈના-સિંધુ, જિમ્નાસ્ટમાં દીપા ઉપર આશા

અન્ય સમાચારો પણ છે...