તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતાના મર્ડર બાદ વિનેશ ફોગાટ બની હતી પહેલવાન, એશિયાડમાં જીત્યો ગોલ્ડ મેડલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: વિનેશ ફોગાટે 18મી એશિયન ગેમ્સમાં ભારતને કુશ્તીમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. વિનેશે 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ફાઇનલમાં જાપાનની ઇરી યુકીને 6-2થી હરાવી હતી. એશઇયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. આ પહેલા ભારત તરફથી ગીતિકા જાખડે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. ગીતિકાએ 2006 દોહા એશિયાડમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

 

કાકા મહાવીર ફોગાટે આપી ટ્રેનિંગ

 

 ચરખી દાદરીના બલાલી ગામના મહાવીર ફોગાટે પોતાની દીકરીઓને રેસલર બનાવી એક ઉદાહરણ આપ્યુ હતું. માત્ર પોતાની દીકરીઓને જ નહી તેમને પોતાના નાના ભાઇની દીકરીઓને પણ ટ્રેનિંગ આપી હતી. જેમાંથી એક દીકરી વિનેશ ફોગાટે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

 

પિતાના મર્ડર બાદ બની હતી પહેલવાન

 

 મહાવીર ફોગાટના નાના ભાઇ રાજપાલનું જમીન વિવાદને કારણે મર્ડર થઇ ગયુ હતું. ભાઇના મોત બાદ તેમને તેમની બે દીકરી વિનેશ અને પ્રિયંકાને ટ્રેનિંગ આપી હતી. 

 

ઘરે જ આપતા હતા ટ્રેનિંગ

 

મહાવીર ફોગાટ ગીતા અને બબીતાને પોતાના ઘરમાં જ અખાડો બનાવીને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યુ હતું. હવે તેમને આ જગ્યાએ એક પ્રોફેશનલ રેસલિંગ હોલ બનાવી દીધો છે. આ હોલમાં રેસલિંગ મેટ નાખવામાં આવ્યો છે અને એક આધુનિક જીમ બનાવવામાં આવી છે. જ્યાં બાળકો રેસલિંગ શીખવા માટે આવે છે. હોલમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

 

જૂના ઘરની જગ્યાએ બની ગયુ છે નવુ ઘર

 

 મહાવીર ફોગાટે હવે પોતાના જૂના ઘરની જગ્યાએ નવુ ઘર બનાવી લીધુ છે. જોકે, તે હજુ પણ ગામમાં જ રહે છે. મહાવીર ફોગાટ પર બોલિવૂડમાં ફિલ્મ દંગલ પણ બની ચુકી છે. જેમાં મહાવીર ફોગાટનો રોલ આમિર ખાને કર્યો હતો.

 

મહાવીર ફોગાટે કર્યુ હતું ટ્વિટ

 

વિનેશ ફોગાટના એશિયાડમાં જતા તેના પિતા મહાવીર ફોગાટે ટ્વીટ કર્યુ હતું કે એક વાત યાદ રાખજે દીકરી વીનેશ ફોગાટ ગોલ્ડ જીતી તો મિસાલ બન જાયેગી ઔર મિસાલે દી જાતી હૈ ભુલાયી નહી જાતી. આપણા દેશનો ઝંડો સૌથી ઉપર લઇ જજે.

 

પિતાએ ગરીબીને કારણે છોડી રેસલિંગ, પુત્ર બજરંગ પુનિયાએ હવે એશિયાડમાં જીત્યો ગોલ્ડ

અન્ય સમાચારો પણ છે...