એશિયા કપઃ મુશ્ફિકુર રહીમે 144 રનની કારકિર્દીની શ્રેષ્ઠ ઈનિંગ રમી, બાંગ્લાદેશ પ્રથમ વન-ડે ક્રિકેટ મેચ 137 રને જીત્યુ

કાંડું તૂટવા છતાં તમીમ ઈકબાલે બેટીંગ કરી

DivyaBhaskar.com | Updated - Sep 16, 2018, 03:32 AM
Asia Cup Bangladesh won the first one-day cricket match 137 runs

સ્પોર્ટ્સ ડેસ્કઃ એશિયા કપમાં આજે પહેલી મેચમાં મુશ્ફિકુર રહીમે શાનદાર પ્રદર્શન કરતા 144 રન કર્યા હતા અને પોતાની કારકિર્દીની શ્રેષ્ઠ ઈનિંગ રમી હતી. રહીમના 144 રનની મદદથી બાંગ્લાદેશે શ્રીલંકાને જીતવા માટે 262 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. એક વર્ષ બાદ ટીમમાં વાપસી કરી રહેલા શ્રીલંકાના લસિથ મલિંગાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.


બાંગ્લાદેશનો આ સ્કોર સુધી પહોચાડવામાં રહીમ સાથે તમીમ ઈકબાલનો પણ મોટો હાથ હતો. તમીમ બીજી ઓવરમાં કાંડું તુટી જતાં રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. પણ 9મી વિકેટ પડ્યા બાદ તે ફરી એક હાથે બેટીંગ કરવા મેદાન પર ઉતર્યો હતો. બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી. મલિંગાએ પહેલી જ બે ઓવરમાં લિટન દાસને શુન્ય રન અને શાકિબ અલ હસનને શુન્ય રને આઉટ કરતા પોતાની ટીમને મોટી સફળતા અપાવી હતી. બીજી ઓવરમાં તમીમ 2 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. ત્યાર બાદ રહીમ અને મિથુન વચ્ચે ત્રીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી નોંધાઈ હતી. એક તરફ બાંગ્લાદેશની વિકેટો પડતી રહી તો બીજા છેડે રહીમ મેદાન પર રહી ટીમનો સ્કોર સન્માનજનક સુધી પહોંચાડ્યો.


રહીમ અને તમીમે ટીમનો સ્કોર 229થી 261 સુધી પહોંચાડ્યો

તમીમનું કાંડુ તુટવાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર તો થઈ ગયો. પણ ટીમની 9 વિકેટ પડી ત્યારે તે એક હાથે બેટીંગ કરવા ઉતર્યો. જોકે રહીમે તેને એક પણ બોલ રમવા ન દીધો. 229 રનના સ્કોર પર ટીમની 9 વિકેટ પડી અને તમીમ મેદાને આવ્યા બાદ સ્કોર 261 સુધી લઈ ગયા હતા.

X
Asia Cup Bangladesh won the first one-day cricket match 137 runs
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App