Forbes: વિરાટ કોહલીની કમાણી થઇ ડબલ, લકી સાબિત થઇ અનુષ્કા શર્મા

divyabhaskar.com

Dec 05, 2018, 05:09 PM IST
Anushka Sharma LUCKY for Virat Kohli Tops Forbes

સ્પોર્ટ્સ ડેસ્ક: Forbes India Celebrity 100 List આ વર્ષે 2018ની યાદી જાહેર થઇ છે. સતત ત્રીજા વર્ષે બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પ્રથમ સ્થાને છે, તેને 235.25 કરોડની કમાણી કરી છે. આ યાદી 1 ઓક્ટોબર 2017થી 30 સપ્ટેમ્બર 2018 વચ્ચે જાહેર કરવામાં આવી છે. બીજા નંબર પર ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી છે. વિરાટ કોહલીની કમાણી 228.09 કરોડ રૂપિયા છે. વિરાટ કોહલી પોતાના શાનદાર ફોર્મમાં છે અને કમાણી મામલે તે સ્પોર્ટ્સ સેલિબ્રિટીમાં ટોપ પર છે. બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન બાદ વિરાટ કોહલીની રમત તેમજ કમાણીમાં વધારો થયો છે.

એક જ વર્ષમાં વિરાટ કોહલીની કમાણી થઇ ડબલ

ગત વર્ષે વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા નંબર પર હતો. બીજા નંબર પર શાહરૂખ ખાન હતો. આ વર્ષે તે બીજા નંબર પર આવી ગયો છે. વિરાટ કોહલીએ ગત વર્ષે 100 કરોડ કમાયા હતા પરંતુ આ વર્ષે તેને 228 કરોડ રૂપિયા કમાયા છે. ગત વર્ષે જ વિરાટ કોહલીના બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન થયા હતા. મેચમાં જીત બાદ વિરાટ કોહલીએ પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે પત્ની અનુષ્કા શર્મા તેની માટે લકી છે. એવામાં તેને અહીં પણ ફાયદો થયો છે. હવે એમ કહી શકાય છે અનુષ્કા શર્મા વિરાટ કોહલી માટે લકી સાબિત થઇ છે. અનુષ્કા શર્માનો પણ ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરતી સેલિબ્રિટીમાં સમાવેશ થયો છે. અનુષ્કા શર્મા સૌથી વધુ કમાણી મામલે 16માં નંબર પર છે. અનુષ્કા શર્માએ 45.83 કરોડની કમાણી કરી છે.

કોહલીની રમતમાં પણ થયો સુધારો

કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના કેટલાક રેકોર્ડ તોડ્યા હતા. કમાણી મામલે પણ વિરાટ કોહલી એમએસ ધોનીથી આગળ છે. આ વર્ષે એમએસ ધોની આ યાદીમાં પાંચમા નંબર પર છે. 101.77 કરોડ સાથે તે પાંચમા સ્થાને છે.

વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરતો ભારતીય સ્પોર્ટ્સ સેલિબ્રિટી, હાર્દિક પંડ્યા સહિત ત્રણ ગુજરાતીનો સમાવેશ

X
Anushka Sharma LUCKY for Virat Kohli Tops Forbes
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી