IPL / IPL2019માં બન્યા 7 એવા રેકોર્ડ જેને તોડવા છે મુશ્કેલ

It is difficult to break 7 records made in the Indian Premier League 2019

divyabhaskar.com

Apr 11, 2019, 03:33 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2019નો રોમાંચ ચાલી રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 24 મેચ રમાઇ ચુકી છે, મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ ઘર આંગણે સૌથી મોટો રનચેઝ કરી વિજય મેળવ્યો હતો. IPLની આ સિઝનમાં કેટલાક રેકોર્ડ બન્યા છે અને કેટલાક તૂટ્યા છે. આ દરમિયાન કેટલાક એવા પણ રેકોર્ડ બન્યા જે આવનારા સમયમાં તોડવા મુશ્કેલ હશે.

સૌથી શાનદાર બોલિંગ

વર્ષ 2008માં ચેન્નાઇ સુપરકિંગ્સ વિરૂદ્ધ પાકિસ્તાનના બોલર સોહેલ તનવીરે 14 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ સાથે જ લીગમાં સૌથી શાનદાર બોલિંગનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ રેકોર્ડ હવે તૂટી ગયો છે. 11 વર્ષ પછી 5 એપ્રિલ 2019માં કેરેબિયન બોલરે પોતાની ડેબ્યૂ મેચમાં જ તેને તોડી નાખ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ રમાયેલી મેચમાં અલઝારી જોસેફે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.

બે ઓપનર બેટ્સમેનોની સદી

ટી-20 લીગના ઇતિહાસમાં એક જ મેચમાં એક ટીમના બન્ને ઓપનર બેટ્સમેનોએ સદી ફટકારી નહતી. 31 માર્ચ, 2019માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર અને જોની બેરિસ્ટોએ સદી ફટકારી હતી. બન્નેએ મળીને પ્રથમ વિકેટ માટે 185 રનની ભાગીદારી કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદ તરફથી જોની બેરિસ્ટોએ 56 બોલમાં 114 રન અને ડેવિડ વોર્નરે 55 બોલમાં 100 રન બનાવ્યા હતા.

ડેબ્યૂ ઓવરમાં સૌથી વધુ રન

IPL-12માં કિંગ્સ ઇલેવન પંજાબે અનકેપ્ડ ઓલ રાઉન્ડર વરૂણ ચક્રવર્તીને 8.4 કરોડમાં ખરીદ્યો હતો. વરૂણ 7 અલગ-અલગ રીતે બોલિંગ કરી શકે છે. 27 માર્ચ, 2019માં વરૂણે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ ડેબ્યૂ કર્યુ હતું.જોકે, સુનીલ નારાયણે વરૂણના ડ્રીમ ડેબ્યૂ પર પાણી ફેરવતા પ્રથમ ઓવરમાં જ 25 રન ફટકાર્યા હતા. આ સાથે જ વરૂણ ટી-20 લીગના ઇતિહાસમાં સૌથી મોંઘો ડેબ્યૂ ઓવર ફેકનારો ખેલાડી બની ગયો છે.

સૌથી નાની ઉમરમાં ડેબ્યૂ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમ માટે આ સિઝન ખરાબ રહી છે. ટીમને પોતાની તમામ 6 મેચમાં હાર મળી છે. તેમ છતા RCBના એક બોલરે મોટો રેકોર્ડ બનાવ્યો છે. ટી-20 લીગમાં 1.5 કરોડ રૂપિયામાં વેચાયેલા પ્રયાસ રે બર્મન સૌથી નાની ઉમરમાં ડેબ્યૂ કરનાર ખેલાડી બની ગયો છે. 31 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ રમાયેલા મુકાબલામાં પ્રયાસે ડેબ્યૂ કર્યુ ત્યારે તેની ઉમર 16 વર્ષ 157 દિવસ હતી. આ સાથે જ પંજાબના બોલર મુજીબ-ઉર-રહમાનને પાછળ છોડી દીધો છે, જેણે 17 વર્ષ અને 11 દિવસમાં ડેબ્યૂ કર્યુ હતું.

સૌથી નાની ઉમરમાં હેટ્રિક

કિંગ્સ ઇલેવન પંજાબે આ વર્ષની હરાજીમાં ઇંગ્લેન્ડના યુવા ફાસ્ટ બોલર સેમ કર્રનને 7.2 કરોડમાં ખરીદ્યો હતો. સેમ જોકે, પોતાની ડેબ્યૂ મેચમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો અને મોંઘો સાબિત થયો હતો. જ્યારે સેમ કર્રનને બીજી મેચમાં તક મળી ત્યારે તેને ઇતિહાસ રચી દીધો હતો. 1 એપ્રિલ, 2019માં મોહાલીમાં રમાયેલી મેચમાં સેમ કર્રનને હેટ્રિક ઝડપી હતી. દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ સેમ કર્રને હર્ષલ પટેલ (0), કગિસો રબાડા (0) અને સંદીપ લામિછાને (0)ને આઉટ કર્યા હતા. સેમ કર્રન 20 વર્ષ અને 302 દિવસની ઉમરમાં હેટ્રિક ઝડપી સૌથી નાની ઉમરમાં હેટ્રિક બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો, જેણે 2009માં 22 વર્ષ 6 દિવસની ઉમરમાં હેટ્રિક ઝડપી હતી.

IPL ડેબ્યૂમાં બેસ્ટ બોલિંગ

IPLની ડેબ્યૂ મેચમાં અલઝારી જોસેફે રેકોર્ડ બનાવ્યો હતો. જોસેફે ડેબ્યૂ મેચમાં 6 વિકેટ ઝડપી એન્ડ્ર્યૂ ટાઇનો વર્ષ 2017નો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ટાઇએ ગુજરાત લાયન્સ વિરૂદ્ધ ડેબ્યૂ કરતા 17 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જોસેફે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ ડેબ્યૂ કરતા 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ટી-20 લીગના ઇતિહાસમાં ડેબ્યૂમાં બેસ્ટ બોલિંગનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

સતત ત્રણ સદીની ભાગીદારી

સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર અને જોની બેરિસ્ટોએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વિરૂદ્ધ 185 રનની ભાગીદારી કરી હતી. બન્ને બેટ્સમેનોએ સદી ફટકારી હતી. આ સિવાય બન્નેની જોડી ટી-20 લીગના ઇતિહાસમાં સતત ત્રણ મેચમાં સદીની ભાગીદારી કરનારી પ્રથમ જોડી બની ગઇ છે.

X
It is difficult to break 7 records made in the Indian Premier League 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી