એલિસ્ટર કુકે પોતાની ઓલ ટાઇમ ઇલેવનની કરી જાહેરાત, એક પણ ભારતીય ખેલાડીનો ના કર્યો સમાવેશ

એલિસ્ટર કુક ભારત સામે પાંચમી અને અંતિમ ટેસ્ટ પછી ક્રિકેટમાંથી સંન્યાસ લેશે

DivyaBhaskar.Com | Updated - Sep 05, 2018, 03:37 PM
England Cricketer Alastair Cook Picks All Time XI

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન એલિસ્ટર કુકે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. કુક 7 સપ્ટેમ્બરથી ધ ઓવલમાં ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ રમાનારી પાંચમી ટેસ્ટમાં અંતિમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમશે. 33 વર્ષીય કુકે સંન્યાસ પહેલા પોતાની ઓલ ટાઇમ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે જેમાં ભારતના એકપણ ખેલાડીનો સમાવેશ કર્યો નથી.

એલિસ્ટર કુકની ઓલ ટાઇમ ઇલેવન

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડે પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં કુકે પોતાની સર્વશ્રેષ્ઠ પસંદગી ઇલેવનની પસંદગી કરી છે. કુક જેની સાથે અથવા જેમની વિરૂદ્ધ રમ્યો છે તેમના આધાર પર ખેલાડીઓની પસંદગી કરી છે. જોકે, કુકે માત્ર એક ખેલાડીની પસંદગી અલગ આધારે કરી છે. કુકે પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર ગ્રેહામ ગૂચને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

એક પણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ ના કર્યો

કુકે ટીમની પસંદગીથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ફટકો પડ્યો છે કારણ કે તેની ઓલ ટાઇમ પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ભારતીય ખેલાડીને જગ્યા નથી મળી. ટીમ ઇન્ડિયાના ફેન્સમાં રોષ છે કે કુકે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, ઝહિર ખાન અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પોતાની ટીમમાં જગ્યા આપી નથી.

ગૂચ-હેડનને બનાવ્યા ઓપનર

કુકે પોતાની ટીમનો કેપ્ટન ઓપનર ગ્રેહામ ગૂચને બનાવ્યો છે, જેમની સાથે પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેથ્યૂ હેડન છે.ત્રીજા ક્રમે કુકે બ્રાયન લારા છે. ચોથા ક્રમે રિકી પોન્ટિંગને જગ્યા આપવામાં આવી છે. તે બાદ શ્રીલંકાના કુમાર સંગાકારાને વિકેટકીપર બેટ્સમેન તરીકે સામેલ કર્યો છે. એલિસ્ટર કુકે મહાન સ્પિનર્સ શેન વોર્ન અને મુથૈયા મુરલીધરન પર વિશ્વાસ મુક્યો છે. ફાસ્ટ બોલિંગની જવાબદારી ગ્લેન મેકગ્રાથ અને જેમ્સ એન્ડરસન પર છે. કુકની ટીમમાં એન્ડરસન એકમાત્ર સક્રિય ક્રિકેટર છે.મહત્વપૂર્ણ છે કે કુકની ટેસ્ટ ક્રિકેટમાં એવરેજ 45ની નજીક છે, તેને અત્યાર સુધી 12,254 રન બનાવ્યા છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 294 રન છે. આ દરમિયાન તેને 32 સદી અને 46 અડધી

સદી ફટકારી છે.

કુકની ઓલ ટાઇમ પ્લેઇં ઇલેવન

ગ્રેહામ ગૂચ (કેપ્ટન), મેથ્યુ હેડન, બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, એબીડી વિલિયર્સ, કુમાર સંગાકારા (વિકેટકીપર), જેક્સ કાલિસ, મુથૈયા મુરલીધરન, શેન વોર્ન, જેમ્સ એન્ડરસન, ગ્લેન મેકગ્રાથ

X
England Cricketer Alastair Cook Picks All Time XI
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App