33 બીયરની બોટલ સાથે કુકને મળી ફેરવેલ પાર્ટી, ઇંગ્લિશ મીડિયાએ આપી અનોખી ગિફ્ટ

ઇંગ્લેન્ડના પત્રકારોએ એલિસ્ટર કુકની અંતિમ મેચને યાદગાર બનાવી દીધી હતી

DivyaBhaskar.Com | Updated - Sep 11, 2018, 04:49 PM
Alastair Cook gets 33 bottles of beer from journalists as farewell gift

સ્પોર્ટ્સ ડેસ્ક: એલિસ્ટર કુક માટે તેની અંતિમ ટેસ્ટ મેચ કોઇ સ્વપ્નની જેમ હતું. દરેક ખેલાડી આવી જ વિદાય ઇચ્છે છે જેવી ઓવલના મેદાન પર એલિસ્ટર કુકને મળી હતી. પોતાની અંતિમ ટેસ્ટમાં સદી ફટકારીને કુકે રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આટલા શાનદાર પ્રદર્શન બાદ ઇંગ્લિશ મીડિયાએ કુકને અનોખા અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી.

એલિસ્ટર કુકને મળી અનોખી ગિફ્ટ

પોતાની અંતિમ ટેસ્ટમાં સદી ફટકારી એલિસ્ટર કુકનું નામ તે 5 ખેલાડીઓમાં સામેલ થઇ ગયુ છે, જેને પોતાની ડેબ્યુ અને અંતિમ બન્ને ટેસ્ટમાં સદી ફટકારી છે.આ તેની કરિયરની 33મી ટેસ્ટ સદી હતી.તેને યાદગાર બનાવવા માટે ચોથા દિવસની રમત બાદ ઇંગ્લિશ પત્રકારોએ તેને 33 બીયરની બોટલ ભેટમાં આપી હતી જે ટેસ્ટ ક્રિકેટમાં તેની તમામ 33 સદી માટે હતી.

ગિફ્ટ મેળવી ભાવુક થયો કુક

બ્રિટિશ મીડિયાએ 33 બીયરની બોટલ કુકની 33 સદી માટે આપી હતી પરંતુ તેમાં દરેક બીયરની બોટલ ખાસ છે. પ્રથમ વસ્તુ તો એ કે દરેક બોટલ અલગ અલગ બ્રાંડની છે. આ બોટલમાં ઇંગ્લિશ પત્રકારોએ એક ખાસ મેસેજ લખીને આપી છે.બ્રિટિશ મીડિયા સાથે આ મુલાકાત દરમિયાન કુક થોડો ભાવુક પણ બની ગયો હતો. દેશ-વિદેશમાંથી આવેલા કેટલાક પત્રકારોએ કુક સાથે કેટલીક ક્ષણ વિતાવી હતી. મહત્વપૂર્ણ છે કે ઓવલ ટેસ્ટ કુકની ફેરવેલ ટેસ્ટ હતી.આ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં કુકે 71 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં 147 રનની ઇનિંગ રમી હતી.

લોકેશ રાહુલ એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ કેચ પકડનાર ભારતીય બન્યો, દ્રવિડને છોડ્યો પાછળ

X
Alastair Cook gets 33 bottles of beer from journalists as farewell gift
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App