કરિયરની અંતિમ સદી માટે કુકે બુમરાહનો માન્યો આભાર, જાણો કારણ

એલિસ્ટર કુકે ભારત વિરૂદ્ધ અંતિમ મેચમાં 147 રનની ઇનિંગ રમી હતી

DivyaBhaskar.Com | Updated - Sep 11, 2018, 03:38 PM
Alastair Cook Said I Will Thanks Jasprit Bumrah For A While For That Overthrow

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન એલિસ્ટર કુકે અંતિમ મેચમાં સદી ફટકારી હતી. એલિસ્ટર કુકે 147 રનની ઇનિંગ રમી હતી. કુકે કહ્યું, જસપ્રિત બુમરાહના ઓવર થ્રોને કારણે તેને પોતાની કરિયરની અંતિમ ટેસ્ટ ઇનિંગમાં સદી પુરી કરી હતી અને તે મુશ્કેલ હાલતમાંથી બચી ગયો હતો.

એલિસ્ટર કુકે બુમરાહનો માન્યો આભાર

કુક જ્યારે 96 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે તે રવિન્દ્ર જાડેજાના બોલ પર એક રન લેવા દોડ્યો હતો પરંતુ બુમરાહે સ્ટમ્પ પર ફાસ્ટ થ્રો કર્યો હતો જે બાદ ઓવર થ્રોને કારણે બેટ્સમેનને પાંચ રન મળ્યા હતા.કુકે કહ્યું, 'મને યાદ છે કે કટ કરીને હું 97 રન પર પહોચ્યો અને મારે ત્રણ રનની જરૂર હતી,ત્યારે તેને (બુમરાહે) થ્રો કર્યો. આ ઘણો ઝડપી હતો. મે થોડી રાહ જોઇ, જેવા જ મે જોયુ કે રવિ (જાડેજા) તેની આસપાસ નહતો, મે ખુદને થોડી રાહ જોવા કહ્યું.' 'આ ઓવરથ્રોએ મને ઘણી પરેશાનીથી બચાવી લીધો, તેને બુમરાહ આ સિરીઝ દરમિયાન મને ઘણો પરેશાન કર્યો, ત્યા મને આ ક્ષણ આપવા માટે હું તેનો આભાર માનવા માંગુ છું.'

જે રીતે સ્વાગત થયુ શાનદાર હતું- કુક

કુકે કહ્યું કે તેના સંન્યાસની જાહેરાત બાદ જે રીતે તેનું સ્વાગત થયુ તેની પર વિશ્વાસ નથી થઇ રહ્યો અને તે તમામનો આભારી છે કે સારા પ્રદર્શન સાથે વિદાય લઇ રહ્યો છે.કુકે કહ્યું, હું તે ભાવનાઓનો ઉલ્લેખ નથી કરી શકતો, જેને ગત કેટલાક દિવસમાં મે અનુભવ કર્યો. આ મારા જીવનના ચાર શાનદાર દિવસ રહ્યાં. આજે જે થયુ અને ગત ચાર દિવસ દરમિયાન મારૂ જે રીતે સ્વાગત થયુ તે શાનદાર હતું. અહીં સુધી કે અંતિમ કેટલીક ઓવરમાં તમામ દર્શક 'બાર્મી આર્મી'નું ગાયન ગાઇ રહ્યાં હતા તો તે વિશેષ હતું.'

X
Alastair Cook Said I Will Thanks Jasprit Bumrah For A While For That Overthrow
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App