એલિસ્ટર કુક ઓવલમાં રમી રહ્યો છે અંતિમ મેચ, આ મેદાન પર કેમ રિટાયર થાય છે દિગ્ગજ ક્રિકેટર

ઇંગ્લેન્ડનો ક્રિકેટર એલિસ્ટર કુક લંડનના ઓવલ મેદાન પર ભારત સામે અંતિમ મેચ રમી રહ્યો છે

DivyaBhaskar.Com | Updated - Sep 08, 2018, 11:54 AM
Alastair Cook announces retirement: Top cricketer who retired on the Oval ground

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન અને ઓપનર એલિસ્ટર કુક લંડનના ઓવલ મેદાન પર ક્રિકેટ કરિયરની અંતિમ મેચ રમી રહ્યો છે. આ વચ્ચે તે એક ખાસ ક્લબમાં સામેલ થઇ ગયો છે. કેટલાક દિગ્ગજોએ પોતાની કરિયરની અંતિમ ટેસ્ટ મેચ આ મેદાન પર રમી છે. જેમાં ડોન બ્રેડમેન, વિવિયન રિચર્ડ્સ, મેલ્કમ માર્શલ, માઇકલ ક્લાર્ક જેવા ખેલાડી સામેલ છે.

બ્રેડમેન સહિતના બેટ્સમેન આ મેદાન પર લઇ ચુક્યા છે સંન્યાસ

આ મેદાનમાં ક્રિકેટને અલવિદા કહેનારા સૌથી મોટા સ્ટારની વાત કરીએ તો મહાન બેટ્સમેન ડોન બ્રેડમેન છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટનના રૂપમાં ડોન બ્રેડમેને 1948માં ઇંગ્લેન્ડમાં પગ મુક્યો હતો અને એશિઝ સિરીઝમાં 4-0થી જીત મેળવી હતી. જોકે, તે આ મેચની એકમાત્ર ઇનિંગમાં 0 રને આઉટ થયો અને તેની ટેસ્ટ એવરેજ 100થી ઓછી (99.94) રહી ગઇ હતી. બ્રેડમેને 52 ટેસ્ટમાં 29 સદીની મદદથી 6996 રન બનાવ્યા છે.

વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ પણ લઇ ચુક્યા છે સંન્યાસ

આ મેદાન પર 1991માં વેસ્ટ ઇન્ડીઝના ત્રણ દિગ્ગજ મેલ્કમ માર્શલ, જેફ ડુજોન અને વિવિયન ચિચર્ડ્સે ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તે સમયે રિચર્ડ્સ કેરેબિયન ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે હતી અને ઓવલમાં સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાવાની હતી. ઇંગ્લેન્ડે ઓવલમાં રમાયેલી મેચમાં જીત મેળવતા 2-2થી સિરીઝ ડ્રો કરાવી હતી. જ્યારે વિવિયન, ડુજોન અને માર્શલની ટેસ્ટ કરિયરનો અંત આવ્યો હતો. વિવિયન રિચર્ડ્સે 121 ટેસ્ટમાં 24 સદીની મદદથી8540 રન બનાવ્યા છે.વર્ષ 2000માં આ મેદાન પર કર્ટલી એમ્બ્રોસે પણ ટેસ્ટ કરિયરમાંથી સંન્યાસ લીધો હતો. એમ્બ્રોસે 98 ટેસ્ટમાં 405 વિકેટ ઝડપી છે.માઇક આર્થટને પણ આ મેદાન પર જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ઇંગ્લેન્ડ માટે 115 ટેસ્ટમાં 16 સદીની મદદથી 7728 રન બનાવ્યા છે. આર્થટને 2001માં પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. 2009માં ઇંગ્લેન્ડના એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફે પણ ઓવલ પર પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. ફ્લિન્ટોફે 79 ટેસ્ટમાં 3845 રન બનાવવા સિવાય 226 વિકેટ ઝડપી છે.

કુક પહેલા મેદાન પર રિટાયર્ડ થનારો અંતિમ ખેલાડી ઓસ્ટ્રેલિયાનો માઇકલ ક્લાર્ક હતો. 2015માં ક્લાર્ક એશિઝ સિરીઝ માટે ટીમ લઇને આવ્યો હતો અને સિરીઝમાં 3-2થી હાર સાથે જ તેની કરિયરનો અંત આવ્યો હતો. ક્લાર્કે 115 મેચમાં 28 સદીની મદદથી 8643 રન બનાવ્યા છે.

ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડના બેટ્સમેન એલિસ્ટર કુકને અંતિમ ટેસ્ટ મેચમાં આપી આવી વિદાય, જીવનભર રાખશે યાદ

X
Alastair Cook announces retirement: Top cricketer who retired on the Oval ground
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App