ફિન્ચથી મેક્કુલમ સુધી: IPLમાં આ 2 ગુજરાતી પ્લેયર સહિત 5 ખેલાડી પર લાગી શકે છે કરોડોની બોલી

divyabhaskar.com

Dec 04, 2018, 06:16 PM IST
5 players who could be the most expensive at IPL Auction 2019

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2019ની હરાજી 18 ડિસેમ્બરે જયપુરમાં યોજાશે. જેમાં 70 ખેલાડી (50 ભારતીય, 20 વિદેશી)ઓની હરાજી કરવામાં આવશે. દર વખતની જેમ આ વખતે પણ એવા કેટલાક ખેલાડી છે જે કરોડો રૂપિયામાં વેચાઇ શકે છે.

એરોન ફિન્ચ: એરોન ફિન્ચની આઇપીએલ કરિયર ઉતાર ચઢાવ ભરી રહી છે. એરોન ફિન્ચ સારો બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન છે અને તે દરેક બોલ પર શાનદાર શોટ ફટકારવાની ક્ષમતા ધરાવે છે. ટી-20માં સર્વોચ્ચ રનનો વ્યક્તિગત રેકોર્ડ ફિન્ચના નામે છે પરંતુ આઇપીએલમાં તેનું બેટ ચાલી શક્યુ નથી. 2014માં ફિન્ચ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતો હતો.જ્યાં શિખર ધવન અને ડેવિડ વોર્નર ઓપનર હતા. 2016 અને 2017માં ફિન્ચ ગુજરાત લાયન્સ તરફથી રમ્યો જ્યાં બ્રેન્ડન મેક્કુલમ અને જેસન રોય, ડ્વેન સ્મિથ અને ઇશાન કિશન તેની સાથે ટીમમાં હતા.અંતિમ સિઝન તે કિંગ્સ ઇલેવન પંજાબમાં હતો જ્યાં ક્રિસ ગેલ, લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલને કારણે તે ઓપનિંગ કરી શક્યો નહતો. આ હરાજીમાં તેની વાપસીની ફરી આશા છે.

અક્ષર પટેલ: કિંગ્સ ઇલેવન પંજાબે અક્ષર પટેલને ટીમની બહાર કરી દીધો છે. અક્ષર પટેલ ભારતની વન ડે ટીમમાં વાપસી કરવાનો હતો પરંતુ ઇજાને કારણે તે આ તક ચુકી ગયો. યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જેવા સ્પિનર્સનું શાનદાર પ્રદર્શન પણ અક્ષર પટેલને નડી ગયુ હતું. અક્ષર પટેલ ટી-20નો એક શાનદાર ખેલાડી છે. આ ફોર્મેટમાં તે પોતાની બોલિંગથી મેચનું પાસુ પલટી શકે છે. અક્ષર પટેલ આઇપીએલમાં હેટ્રિક પણ ઝડપી ચુક્યો છે. અક્ષર પટેલના પ્રદર્શનને કારણે જ તેને કિંગ્સ ઇલેવન પંજાબે તેને રીટેઇન કર્યો હતો.

બ્રેન્ડન મેક્કુલમ: બ્રેન્ડન મેક્કુલમ ટી-20 ફોર્મેટના મહાન ખેલાડીમાં સામેલ છે. મેક્કુલમ પોતાની આક્રમક બેટિંગને કારણે મોટો સ્કોર બનાવી શકે છે. આઇપીએલની શરૂઆતમાં પણ મેક્કુલમે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. 2008માં આઇપીએલની ઓપનિંગ મેચમાં જ તેને કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતા અણનમ 158 રનની ઇનિંગ રમી હતી. જોકે ગત વર્ષે આરસીબી માટે રમતા મેક્કુલમે 6 મેચમાં માત્ર 127 રન જ બનાવ્યા હતા. આ કારણે આ સિઝનમાં તેને બહાર કરી દેવામાં આવ્યો છે. કેરેબિયન પ્રીમિયર લીગમાં મેક્કુલમ પાંચમો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. મેક્કુલમની ક્ષમતાને જોતા આઇપીએલની ફ્રેન્ચાઇઝી મોટી બોલી લગાવી શકે છે.

જયદેવ ઉનડકટ: જયદેવ ઉનડકટ એક એવો ખેલાડી છે જેનું આઇપીએલ કરિયરમાં પ્રદર્શન ધીમે ધીમે ખરાબ રહ્યું છે. ઉનડકટે આઇપીએલ 2017માં સારૂ પ્રદર્શન કર્યુ હતું. આ શાનદાર પ્રદર્શન બાદ તે 2018માં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, તે બાદ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. 9.65ના ખરાબ ઇકોનોમી રેટ સાથે 15 મેચમાં 11 વિકેટ જ ઝડપી છે. આવા પ્રદર્શન બાદ રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનડકટને આઇપીએલ 2019માં બહારનો રસ્તો બતાવ્યો હતો.જોકે, વિજય હઝારે ટ્રોફી 2018માં જયદેવ ઉનડકટે 8 મેચમાં 16 વિકેટ ઝડપી છે. એવામાં ફરી એક વખત આ સિઝનની હરાજીમાં ઉનડકટને કેટલીક ટીમ ખરીદવાનો પ્રયાસ કરશે.

ગ્લેન મેક્સવેલ: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં વિદેશી ખેલાડીઓની ઘણી કમાણી થાય છે,બીજી તરફ શાનદાર રમત બતાવવાનો ભાર પણ હોય છે. ટીમ સારા સ્કોર માટે વિદેશી ખેલાડીઓ પર નિર્ભર રહે છે એવામાં આ ખેલાડી જો પ્રદર્શન કરવામાં નિષ્ફળ જાય છે તો ટીમ તેમને બહારનો રસ્તો બતાવે છે. આવુ જ કઇક ગ્લેન મેક્સવેલ સાથે થયુ છે. મેક્સવેલે ઇન્ડિયન પ્રીમિયર લીગની કરિયરમાં કેટલીક શાનદાર ઇનિંગ રમી છે. મેક્સવેલ રિસ્કી ખેલાડી છે અને તે ગેમ ચેન્જર પણ સાબિત થઇ શકે છે. ગત સિઝનમાં મેક્સવેલનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું જેને કારણે દિલ્હી ડેરડેવિલ્સે મેક્સવેલને ટીમની બહાર કરી દીધો હતો. મેક્સવેલે ભારત સામે ટી-20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. જેને જોતા આઇપીએલ ફ્રેન્ચાઇઝી તેની પર લાખોની બોલી લગાવી શકે છે.

IPL 2019: આ 3 વિદેશી ખેલાડીઓને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝી ખર્ચી શકે છે કરોડો રૂપિયા, ભારતને પડી ચુક્યા છે ભારે

X
5 players who could be the most expensive at IPL Auction 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી