• Gujarati News
  • National
  • Kohli Was Fined 25 Percent Of His Match Fee For Showing Dissent On Day 3 Of The Second Test Against South Africa

IND vs SA: આચારસંહિતાના ઉલ્લંઘનના કારણે ICCએ વિરાટને ફટકાર્યો દંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર આઇસીસીની આચાર સંહિતા (કોડ ઓફ કન્ડક્ટ)નું ઉલ્લંઘન કરવાનો દંડ લાગ્યો છે. વિરાટે સાઉથ આફ્રિકા સામે સેન્ચ્યુરિયનમાં રમાતી બીજી ટેસ્ટ મેચના ત્રીજાં દિવસે નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું. જેના કારણે તેના ઉપર મેચ ફીના 25 ટકા રકમનો દંડ લાગ્યો છે. તે માત્ર લેવલ-1નો દોષિત છે, આ માટે તેને ડિમેરિટ પોઇન્ટ પણ મળશે. 

 

ત્રીજાં દિવસે કોહલી હતો નારાજ 
- સેન્ચ્યુરિયન ટેસ્ટના ત્રીજાં દિવસે લાસ્ટ સેશનની મેચ અટકવાના કારણે વિરાટ ખૂબ જ નારાજ જોવા મળ્યો હતો.
- હકીકતમાં મેચ દરમિયાન પહેલાં વરસાદ વિઘ્ન નાખ્યું, વરસાદ બાદ જ્યારે ફરીથી 5 ઓવર માટે અટકાવી દેવામાં આવી. આ વખતે વરસાદના બદલે ફિલ્ડ એમ્પાયરોએ ખરાબ લાઇટના કારણે મેચ અટકાવી. 
- આ કારણે વિરાટ ગુસ્સામાં મેદાનમાંથી બહાર નિકળ્યો અને સીધો મેચ રેફરી ક્રિસ બ્રોડના રૂમમાં પહોંચી ગયો. વિરાટે મેચ રેફરીની સામે મેચ અટકાવવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. 

 

ગુસ્સામાં મેદાન પર જોરથી બોલ ફેંક્યો 
- આઇસીસીની વેબસાઇટ અનુસાર, વિરાટે આ દરમિયાન ગુસ્સામાં જોરથી બોલ મેદાન પર માર્યો. 
- બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 153 રનની શાનદાર સેન્ચ્યુરી રમનાર વિરાટને આઇસીસી કોડ ઓફ કન્ડક્ટ (ખેલાડીઓ અને સપોર્ટ પર્સનલ)ના આર્ટિકલ 2.1.1ના ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો છે. જે 'સ્પોર્ટમેન સ્પિરિટ' સાથે જોડાયેલો છે. 
- દિવસની મેચ પુરી થયા બાદ કોહલીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. ત્યારબાદ હવે આ મામલે સુનવણીની જરૂર નથી. 
- આઇસીસી મેચ રેફરીના એલિટ પેનલના ક્રિસ ક્રોસને રિપોર્ટ મોકલાવ્યો હતો. 
- લેવલ-1નું ઉલ્લંઘન કરવા બદલ ખેલાડીઓને પેનલ્ટી તરીકે વધુમાં વધુ 50 ટકા મેચની ફી અને એક અથવા બે ડિમેરિટ પોઇન્ટનો દંડ થાય છે. 

અન્ય સમાચારો પણ છે...