US OPEN: ગ્રાંડસ્લેમ જીતનારી નાઓમી ઓસોકા જાપાનની પહેલી ખેલાડી, ફાઈનલમાં સેરેનાને હરાવી

Divyabhaskar.com

Sep 11, 2018, 05:09 PM IST
ઓસાકાએ સેરેનાને સીધા સેટમાં 6-2, 6-4થી હરાવી દીધી છે
ઓસાકાએ સેરેનાને સીધા સેટમાં 6-2, 6-4થી હરાવી દીધી છે

જાપાનની નાઓમી ઓસાકાએ યુએસ ઓપનના ફાઈનલમાં 6 વખતની ચેમ્પિયન અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવી દીધી છે. આ જીતની સાથે ઓસાકા ગ્રાંડસ્લેમ જીતનારી જાપાનની પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે. તેને સેરેનાને સીધા સેટમાં 6-2, 6-4થી હરાવી દીધી છે.

ન્યૂયોર્કઃ જાપાનની નાઓમી ઓસાકાએ યુએસ ઓપનના ફાઈનલમાં 6 વખતની ચેમ્પિયન અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવી દીધી છે. આ જીતની સાથે ઓસાકા ગ્રાંડસ્લેમ જીતનારી જાપાનની પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે. તેને સેરેનાને સીધા સેટમાં 6-2, 6-4થી હરાવી દીધી છે.

ઓસાકાએ પહેલો સેટ સહેલાયથી જીતી લીધો. બીજા સેટમાં સેરેના વાપસીનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેના કોચ પર કથિત રૂપથી હાથથી ઈશારો કરવાને કારણે એક ગેમનો દંડ લાગ્યો હતો. ચેર અંપાયરે કોચની હરકતને નિયમોનું ઉલ્લંઘન માન્યું. ચેર અંપાયર કાર્લોસ રામોસના નિર્ણય બાદ સેરેના ગુસ્સે થઈ હતી પોતાનું રેકેટ ફેંક્યુ હતું. જો કે બાદમાં તેને માફી માંગી હતી.

સેરેનાએ કહ્યું ચીટીંગ કરવાને બદલે મેચ હારવાનું પસંદ કરીશ


સેરેનાએ ગુસ્સામાં અંપાયરને કથિત રૂપથી ચોર પણ કહ્યું. જેનું ખંડન કરતાં સેરેનાએ અંપાયરને કહ્યું, "હું તમારી માફી માંગુ છું. મેં ક્યારેય ચીટીંગ નથી કરી. મારી એક દીકરી છે અને હું તેની સામે એક સારું ઉદાહરણ રજૂ કરવા માંગુ છું. છેતરપિંડી કરવાને બદલે હું મેચ હારવાનું પસંદ કરીશ."

ઓસાકાએ કહ્યું- સેરેના સામે ફાઈનલ રમવું મારું સપનું હતું


- ટાઈટલ જીત્યાં બાદ ઓસાકાએ કહ્યું, "મને ખબર હતી કે અહીં બધાં લોકો સેરેનાનું સમર્થન કરશે. તેના માટે તાળીઓ પાડશે. મારું સપનું હતું કે યુએસ ઓપનની ફાઈનલમાં સેરેના સામે રમું." ઓસાકાએ સેરેના સામે ઝુકીને તેનો ધન્યવાદ પણ માન્યો હતો.

X
ઓસાકાએ સેરેનાને સીધા સેટમાં 6-2, 6-4થી હરાવી દીધી છેઓસાકાએ સેરેનાને સીધા સેટમાં 6-2, 6-4થી હરાવી દીધી છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી