ફૂટબોલ / યુએઈએ ભારતને 2-0થી હરાવ્યું, 9 વાર પ્રયાસ કર્યા છતા ભારત ગોલ ન કરી શક્યું

UAE beats India 2-0 in AFC Asian Cup encounter

divyabhaskar.com

Jan 11, 2019, 02:18 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: એએફસી એશિયન કપમાં યુએઈએ ભારતને 2-0થી હરાવ્યું હતું. આ જીત સાથે યુએઈ આગળના રાઉન્ડમાં પહોંચી ગયું છે. યુએઈ માટે મેચનો પહેલો ગોલ ખલફાન મુબારકે 41મી મિનિટમાં કર્યો હતો. તે પછી અલી મબખઉતે 88મી મિનિટે બીજો ગોલ કરી ભારતને મેચની બહાર કરી દીધું હતું. ભારતે આખા મુકાબલામાં 9 વાર ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા હાથ ન લાગી હતી. સુનિલ છેત્રીએ 4 વાર, આશિક કુરુનિયને 2 વાર અને સંદેશ ઝિંગને 3 વાર ગોલ કરવાનો ચાન્સ ગુમાવ્યો હતો. આ હાર સાથે ભારત ગ્રુપ સ્ટેજમાં બીજા સ્થાને આવી ગયું છે. ભારત 1981થી યુએઈ સામે ઇન્ટરનેશનલ મેચ જીતી શકી નથી.

ટીમ ગોલનો પ્રયાસ કોર્નર બોલ પઝેશન પાસ પાસ એકયુરેસી યલો કાર્ડ
ભારત 9 4 34% 240 55% 2
યુએઈ 9 5 66% 470 75% 0

X
UAE beats India 2-0 in AFC Asian Cup encounter
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી