2020 ઓલિમ્પિક / ટુર્નામેન્ટના મૂખ્ય સ્ટેડિયમને બનાવવામાં 87% લાકડીઓનો ઉપયોગ થશે

divyabhaskar.com | Updated - Jan 09, 2019, 04:31 PM
the stadium for olympics will be made of 87% wood
X
the stadium for olympics will be made of 87% wood

  • જાપાનની ઓલિમ્પિક આયોજન સમિતિએ આ વખતે 16% ઓછા પોલ્યુશનનો ટાર્ગેટ રાખ્યો 
  • ટોક્યોમાં પોલ્યુશન ઓછું કરવા માટે જૂના ફ્રીજ અને એસી બદલવા પર લોકોને ગિફ્ટ વાઉચર અપાશે 
  • ટોક્યોમાં જૂના સામાનને બદલવા ઇકો પોઇન્ટ બનાવવામાં આવ્યા છે 

સ્પોર્ટ્સ ડેસ્ક: ટોક્યોમાં 2020 જુલાઈ-ઑગસ્ટ ઓલિમ્પિક ગેમ્સ યોજાવાની છે.  આ વર્ષે ટોક્યોમાં એર  પોલ્યૂશન ( કાર્બન ડાઇ ઓક્સાઇડ) ઓછું કરવા માટે 29 હજાર કરોડનો ખર્ચો કરવામાં આવશે. ઓલિમ્પિક કમિટીએ આ વખતે 2016 ઓલિમ્પિક કરતા 16% ઓછા એર પોલ્યૂશનનો ટાર્ગેટ રાખ્યો છે. આ કારણથી ગેમ્સના મુખ્ય સ્ટેડિયમને બનાવવા માટે 87% લાકડાનો ઉપયોગ થશે. તેમજ રિસાઈકલ થતી વસ્તુઓનો પણ ઉપયોગ થશે.

સાત કિલો CO2 ઓછું કરવા માટે એક યેન (64 રૂપિયા) મળશે

1.ટોક્યોમાં જૂના એસી, ફ્રીજ અને વોટર હીટરની જગ્યાએ ઓછું પ્રદુષણ કરે તેવા સામાનનો ઉપયોગ કરવાનું સૂચિત કરાયું છે. આખા શહેરમાં ઘણી દુકાનો પર ઇકો પોઇન્ટ બન્યા છે. ત્યાં લોકો પોતાનો જૂનો સામાન બદલી શકે છે. દુકાનદારને દર સાત કિલો CO2 ઓછું કરવા માટે 1 પોઇન્ટ યેન અને ગિફ્ટ વાઉચર્સ આપવામાં આવશે. એક ફ્રીજથી એવરેજ 200 કિલો CO2 ગેસ નીકળે છે.
30 લાખ મેટ્રિક ટન CO2 પેદા થશે
2.ઓલિમ્પિક આયોજન સમિતિ અનુસાર રમતો દરમિયાન ટોક્યોમાં 30 લાખ મેટ્રિક ટન કાર્બન ડાઇ ઓક્સાઇડ પેદા થશે. લંડન ઓલિમ્પિક વખતે 34.5 લાખ મેટ્રિક ટન અને રિયો વખતે 35.6 લાખ મેટ્રિક ટન પેદા થયો હતો.
સ્ટેડિયમનો 60% વેન્યૂ રિયૂઝ્ડ વસ્તુઓથી બનશે, 11 હજાર કરોડનો ખર્ચો થશે
3.ઓલિમ્પિકનું મુખ્ય સ્ટેડિયમ નવેમ્બરમાં તૈયાર થઇ જશે. તેમાં 60% વેન્યૂ  રિયૂઝ્ડ વસ્તુઓથી બનશે.સ્ટેડિયમની બધી લાઈટો સોલાર એનર્જીથી ચાલશે. સ્ટેડિયમને બનાવવામાં 87% લાકડાનો ઉપયોગ થશે. સ્ટેડિયમ બનાવવામાં 11 હજાર કરોડનો ખર્ચો થશે. 
મેડલ માટે 80 હજાર લોકોએ યૂઝ્ડ ફોન આપ્યા, 5000 હજાર મેડલ અપાશે
4.ઓલિમ્પિકમાં 5000 મેડલ અપાશે. મેડલ ઈ-વેસ્ટથી બનશે. ઈ-વેસ્ટ સ્માર્ટફોન અને ડિજિટલ કેમેરામાંથી લેવાયો છે. લોકોએ 80 હજાર યૂઝ્ડ મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન અને ટેબ્લેટ આપ્યા હતા. પહેલી વાર ડ્રાઇવરલેસ ટેક્સીનો ઉપયોગ થશે. પેસેન્જર સ્માર્ટફોનથી તેનો ઉપયોગ કરશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App