પસંદગી / હાર્દિકની જગ્યાએ વિજય શંકર ટીમમાં સામેલ, રાહુલની જગ્યાએ શુભમન ગિલ

Divyabhaskar.com | Updated - Jan 13, 2019, 10:18 AM
Shubhman Gill and Vijay Shankar replacements on suspended KL Rahul and Hardik Pandya
X
Shubhman Gill and Vijay Shankar replacements on suspended KL Rahul and Hardik Pandya

  • હાર્દિક-રાહુલને ચેટ શોમાં આપત્તિજનક નિવેદન બદલ સસ્પેન્ડ કરાયાં છે

  • વિજય ઓસ્ટ્રેલિયામાં જ ટીમ સાથે જોડાશે, શુભમન ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે પસંદ કરાયો

સ્પોર્ટ્સ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વનડે અને ટી-20 માટે ઓલરાઉન્ડર વિજય શંકર અને બેટ્સમેન શુભમન ગિલને ટીમમાં સ્થાન મળ્યું છે. બંને હાર્દિક પંડયા અને લોકશે રાહુલનું સ્થાન લેશે. હાર્દિક-રાહુલને કરણ જોહરના ટીવી ચેટ શો કોફી વીથ કરણમાં આપત્તિજનક નિવેદનને કારણે ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિજય ઓસ્ટ્રેલિયામાં રમાયેલી વનડે સીરીઝમાંથી જ ટીમમાં જોડાશે. તો શુભમન ન્યૂઝીલેન્ડ સીરીઝમાં ટીમની સાથે જોડાશે.

રાહુલની જગ્યાએ પહેલાં મયંકની પસંદગી થઈ હતી
1.પસંદગી સમિતિ મુજબ, પહેલાં મયંક અગ્રવાલને રાહુલ અને વિજયને હાર્દિકની જગ્યાએ ટીમમાં સામેલ કરવાની ભલામણ કરાઈ હતી પરંતુ મયંક અનફિટ છે. જે બાદ મયંકની જગ્યાએ શુભમનને ટીમમાં લેવામાં આવ્યો. 
2.પસંદગી સમિતિએ કહ્યું, ટીમ પ્રબંધને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની સીરીઝ માટે એક ખેલાડીને માંગ્યો હતો. તેથી વિજયને પહેલાં ત્યાં મોકલવામાં આવી રહ્યો છે. તો શુભમનને રણજી ટ્રોફી અને ઈન્ડિયા એ તરફથી ઉત્કૃષ્ટ પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. 
3.વિજયે ભારત માટે પાંચ ટી-20 મેચ રમી છે. આ દરમિયાન તેઓએ 17 રન બનાવ્યાં અને ત્રણ વિકેટ ઝડપી હતી. તો શુભમને 36 એ મેચ રમી છે. જેમાં તેને 47.78ની સરેરાશથી 1,529 રન બનાવ્યાં. તેના નામે ચાર સેન્ચુરી અને સાત હાફ સેન્ચુરી છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App