સફળતા / સિંધુનો ચીનની કંપની સાથે 50 કરોડ રૂપિયાનો કરાર, ભારતીય બેડમિન્ટનની સૌથી મોટી ડીલ

સિંધુની આ ડીલ વિરાટ કોહલીની 2017માં એક સ્પોર્ટ્સ કંપનીની સાથે કરવામાં આવેલી ડીલ જેટલી મોટી છે. 
સિંધુની આ ડીલ વિરાટ કોહલીની 2017માં એક સ્પોર્ટ્સ કંપનીની સાથે કરવામાં આવેલી ડીલ જેટલી મોટી છે. 
X
સિંધુની આ ડીલ વિરાટ કોહલીની 2017માં એક સ્પોર્ટ્સ કંપનીની સાથે કરવામાં આવેલી ડીલ જેટલી મોટી છે. સિંધુની આ ડીલ વિરાટ કોહલીની 2017માં એક સ્પોર્ટ્સ કંપનીની સાથે કરવામાં આવેલી ડીલ જેટલી મોટી છે. 

  • ભારતીય શટલર ને લિ નિંગ સાથે ચાર વર્ષની સ્પોન્સરશિપ અને ઇક્વિપમેન્ટ ડીલ કરી 
  • સિંધુ ગત વર્ષે ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં 7મા નંબરે હતી 

divyabhaskar.com

Feb 09, 2019, 12:14 PM IST
નવી દિલ્હીઃ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ચીનની કંપની લિ નિંગ સાથે 50 કરોડ રૂપિયાની ઇક્વિપમેન્ટ અને સ્પોન્સરશિપ ડીલ કરી છે. ડીલ ચાર વર્ષ માટે છે. લિ નિંગની ભારતીય પાર્ટનર કંપનીના અધિકારી મહેન્દ્ર કપૂરનું કહેવું છે કે, સિંધુની સાથે આ ડીલ બેડમિન્ટનની દુનિયાની સૌથી મોટી ડીલ્સમાંથી એક છે. આ પહેલાં લિ નિંગે ભારતના પુરૂષ બેડમિન્ટર ખેલાડી કિદાંબી શ્રીકાંતની સાથે પણ ચાર વર્ષ માટે 35 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. 
1. 4 વર્ષ પહેલાં 1.25 કરોડની ડીલ
સિંધુની આ ડીલ વિરાટ કોહલીની 2017માં એક સ્પોર્ટ્સ કંપનીની સાથે કરવામાં આવેલી ડીલ બરાબર છે. તે સમયે કોહલીએ 8 વર્ષ માટે 100 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પદક જીતી ચૂકેલી સિંધુની ગણતરી દુનિયાની ટોપ બેડમિન્ટન ખેલાડીઓમાં થાય છે. લિ નિંગે સિંધુની સાથે આ પહેલાં 2014-15માં કરાર કર્યો હતો. તે સમયે આ ડીલ 1.25 કરોડ રૂપિયાની જ હતી. 
2. પી કશ્યપ સાથે 8 કરોડમાં ડીલ
સિંધુ સિવાય લિ નિંગે મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની મેન્સ ડબલ્સ જોડી સાથે 4-4 કરોડ અને કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણ પદક જીત ચૂકેલી પારુપલ્લી કશ્યપ સાથે આઠ કરોડ રૂપિયામાં બે વર્ષનો કરાર કર્યો છે. 
3. લિ નિંગે IOAની સાથે પણ ડીલ કરી
ચીનની આ કંપનીએ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ની સાથે પણ બે વર્ષની ડીલ કરી છે. જે હેઠળ કંપની 2020 ટોક્યો ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓ તથા અધિકારીઓને પ્રતિયોગિતા અને પ્રશિક્ષણ માટે કિટ અને જૂતા આપશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી