ક્રિકેટ / પંત, વિજય અને રહાણે વર્લ્ડકપ ટીમનો ભાગ બનવાની રેસમાં છે: મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદ

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 02:28 PM
Pant, Vijay and Rahane in world cup contention: MSK Prasad
X
Pant, Vijay and Rahane in world cup contention: MSK Prasad

  • પંતે છેલ્લા એક વર્ષમાં બહુ પ્રગતિ કરી છે
  • શંકરે કિવિઝ સામે સાબિત કર્યું તે સક્ષમ ખેલાડી છે
  • રહાણેનું ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન સારું રહ્યું છે

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઋષભ પંત, વિજય શંકર અને અજિંક્ય રહાણે વર્લ્ડકપની સ્ક્વોડનો ભાગ બની શકે છે. પ્રસાદે કહ્યું કે સિલેક્ટર્સને વર્લ્ડકપ માટે 1 સ્થાનને બાદ કરતા 14 ખેલાડીઓનો રફ આઈડિયા છે અને આઈસીસી ટીમ જાહેર કરવા માટે ડેડલાઈન આપે તે પહેલા ટીમ નક્કી કરી લેશે.

પંતે છેલ્લા એક વર્ષમાં બહુ પ્રગતિ કરી છે

1.વિજય શંકરે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પછી સાબિત કર્યું છે કે તે સક્ષમ ખેલાડી છે અને ગમે તે પોઝિશન ઉપર રમી શકે છે. શંકરે ન્યુઝીલેન્ડ સામેની નિર્ણાયક ટી-20માં ત્રીજા નંબરે બેટિંગ કરતા 28 બોલમાં 43 રન કર્યા હતા. પ્રસાદે કહ્યું કે શંકર સિલેક્ટર્સે પસંદ કરેલા 20 ખેલાડીઓમાં ચોથો ઓલરાઉન્ડર હશે. તેણે છેલ્લા બે વર્ષમાં એ-ટીમ માટે ઘણી મેચો રમી છે અને અમે વિચારીશું જો એ આ ટીમના કોમ્બિનેશનમાં ફિટ થાય છે કે નહીં.
2.ઋષભ પંતે છેલ્લા એક વર્ષમાં બહુ પ્રગતિ કરી છે. તેનામાં સમય સાથે મેચ્યોરિટી આવી રહી છે અને તે વધુ અનુભવ મેળવે એટલે અમે તેને બને એટલી એ-ટીમની મેચો રમાડી રહ્યા છીએ. તેણે દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને તે વર્લ્ડકપની સ્ક્વોડનો ચોક્કસ રીતે ભાગ બની શકે છે.
3.પંતને દિનેશ કાર્તિકની સાથે એમએસધોનીના બેકઅપ ઓપ્શન તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે કાર્તિકે છેલ્લા એક વર્ષમાં ફિનિશરનો રોલ સારી રીતે ભજવ્યો છે. તેવામાં સિલેક્ટર્સ પંતને ઉપરના ઓર્ડરમાં સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે સામેલ કરી શકે છે.
4.ગયા વર્ષના ઇંગ્લેન્ડ પ્રવાસ સુધી લોકેશ રાહુલને ત્રીજા ઓપનર તરીકે જોવામાં આવી રહ્યો હતો. રાહુલ તાજેતરમાં ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે અને તેવા સિલેક્ટર્સ ફરી એક વખત અજિંક્ય રહાણે તરફ તે ભૂમિકા માટે જોઈ રહ્યા છે.
5.રહાણે ગયા વર્ષના સાઉથ આફ્રિકા પ્રવાસ પછી ભારત માટે કોઈ વનડે રમ્યો નથી. તેણે આ સીઝનમાં લિસ્ટ-એ ક્રિકેટમાં 11 ઇનિંગ્સમાં 2 સદી અને 3 અર્ધસદી સાથે 74.62 ની એવરેજથી 597 રન કર્યા છે. તેમાં હમણાં ઇંગ્લેન્ડ-એ સામેની બે અર્ધસદીનો પણ સમાવેશ થાય છે. જોકે રહાણે આ રન માત્ર 77.83ની સ્ટ્રાઇક રેટથી કર્યા હતા અને કોઈ પણ ઇનિંગ્સમાં 100થી વધુની સ્ટ્રાઇક રેટ રમી શક્યો ન હતો.
6.પ્રસાદે કહ્યું કે, રહાણેએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હતું અને તે વર્લ્ડકપની ટીમનો ભાગ બની શકે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App