ક્રિકેટ / પંતની ફિફટીએ ઇન્ડિયા-Aને સિરીઝમાં 4-0 ની લીડ અપાવી, શાર્દુલે 4 વિકેટ લીધી

Pant guides India A to victory against England Lions, shardul takes four wickets

  • ઇન્ડિયા-A એ ઇંગ્લેન્ડ લાયન્સને 6 વિકેટે હરાવ્યું 
  • સિરીઝની છેલ્લી મેચ 31 જાન્યુઆરીએ રમાશે

divyabhaskar.com

Jan 30, 2019, 06:03 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઋષભ પંતે 73 રનની ઇનિંગ્સ રમી ઇન્ડિયા Aને ઇંગ્લેન્ડ લાયન્સ સામે ચોથી વનડેમાં 6 વિકેટે જીતાડ્યુ હતું. આ જીત સાથે જ ઇન્ડિયા-A એ 5 મેચની સિરીઝમાં 4-0 થી આગળ છે. મેચમાં ટોસ જીતીને ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 221 રન કર્યા હતા.

પંત-હુડ્ડાની ભાગીદારી નિર્ણાયક સાબિત થઇ

ઇંગ્લેન્ડ લાયન્સની શરૂઆત સારી ન રહી હતી. તેમણે 55 રનના સ્કોરે 4 વિકેટ ગુમાવી હતી. ઓલી પૉપ (65) અને સ્ટીવન મુલાની (58)એ અર્ધસદી ફટકારી ઇંનિંગ્સને સ્થિરતા આપી હતી. ભારત માટે શાર્દુલ ઠાકુરે 49 રન આપીને 4 વિકેટ લીધી હતી. દિપક ચહરે 2 વિકેટ લીધી હતી.

ઇન્ડિયા Aની શરૂઆત પણ એટલી સારી ન રહી હતી, ટીમે 102 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. લોકેશ રાહુલે 42 અને રિકી ભુઇએ 35 રન કર્યા હતા. તેના પછી ઋષભ પંત અને દિપક હુડ્ડાએ પાંચમી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી ઇન્ડિયા A ને મેચ જીતાડી હતી, તેમણે 46.3 ઓવરમાં લક્ષ્ય ચેઝ કર્યો હતો.

X
Pant guides India A to victory against England Lions, shardul takes four wickets
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી